તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયામાં કોરોનાથી બચાવ માટે વેક્સિનેશન જારી છે. આ મામલે ઈઝરાયલ દુનિયામાં આગળ ચાલી રહ્યું છે. ત્યાંના બીજા સૌથી મોટા હેલ્થ નેટવર્કે ડિસેમ્બરમાં પ્રથમ અને તેના પછી જાન્યુઆરીમાં બીજો ડૉઝ લાગનારા લોકો પર અભ્યાસ કર્યો. તેમાં નોંધ્યું કે હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા 60% સુધી ઘટી ચૂકી છે. મૈકાની હેલ્થ સર્વિસીઝને બંને ડૉઝ લેનારા 50,777 લોકો પર અભ્યાસ કર્યો. તેના અપૂર્ણ ડેટાના વિશ્લેષણમાં જાણ થઇ કે પ્રથમ ડૉઝ લાગ્યાના બે અઠવાડિયાની અંદર અસર દેખાવાની શરૂઆત થઇ ગઈ હતી.
બીજી બાજુ સ્વાસ્થ્યકર્મીઓ પર થયેલા એક અભ્યાસમાં નોંધ લેવાઈ કે જેમને ફાઈઝરની વેક્સિનનો પ્રથમ ડૉઝ મેળવ્યો હતો તેમાં કોરોના વિરુદ્ધ પ્રતિરોધકતા એટલે કે એન્ટિબોડીનું સ્તર ઊંચું જણાયું હતું. આ સ્તર ટ્રાયલ દરમિયાન નોંધાયેલા સ્તરથી વધુ છે. માહિતી અનુસાર ઈઝરાયલમાં ફાઈઝર વેક્સિનેશન ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી 25 લાખ ઈઝરાયલીઓને વેક્સિન લાગી ચૂકી છે. આ સંખ્યા કુલ વસતીની એક ચતુર્થાસ છે. જર્મનીએ ટ્રમ્પ દ્વારા ઉપયોગમાં લેવાયેલ કોરોના ટ્રીટમેન્ટ ખરીદી છે. જર્મની ચાન્સેલર એન્જેલા મર્કેલે ગત વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે ઉપયોગમાં લેવાયેલી કોરોના સારવારની પ્રક્રિયા પોતાને ત્યાં પણ ઈચ્છે છે.
બેદરકારી : માસ્કવિરોધી મેક્સિકોના રાષ્ટ્રપતિને કોરોના, લૉકડાઉનને સરમુખત્યાર શાહીની રીત ગણાવી હતી
મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેજ ઓબ્રાડોરને કોરોના થઇ ગયો છે. તેના પછી તેમને આઈસોલેટ કરાયા હતા. લોપેજ ખુદ માસ્કના વિરોધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે માસ્ક પહેરવો અને લૉકડાઉન સરમુખત્યારશાહીની રીત છે. કોરોનાનો સામનો કરવાની રીતને લઈને તેમની આકરી ટીકા થઇ હતી. મેક્સિકો સૌથી વધુ ચેપગ્રસ્ત દેશોમાં સામેલ છે. ત્યાં દોઢ લાખ લોકો મૃત્યુ પામ્યા છે. જોકે 17 લાખ સંક્રમિત થયા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.