તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્દોષોના લોહીથી વોર પ્રેક્ટિસ:અફઘાનિસ્તાનમાં ઓસ્ટ્રેલિયાના સૈનિકોએ માત્ર પ્રેક્ટિસ માટે 39 લોકોને ઠાર કર્યા

કેનબરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોટો 2013નો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના સૈનિકોને અફઘાનિસ્તાનના ઉરજનમાં તહેનાત કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના સૈનિકોએ સૌથી વધુ હત્યા 2012થી 2013ની વચ્ચે કરી.

ઓસ્ટ્રેલિયાના ડિફેન્સ ફોર્સ ચીફ જનરલ એન્ગસ કેમ્પબેલના ખુલાસાએ વિશ્વને ચોંકાવી દીધું છે. એન્ગસે વોર ક્રાઈમનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં તહેનાત તેમના સૈનિકોએ 39 નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. આ ગુનો કરનારા મોટાભાગના સૈનિકો ઓસ્ટ્રેલિયાના હતા. જે પ્રથમ વખત યુદ્ધના મેદાનમાં ઉતર્યા હતા. આ સૈનિકોએ માત્ર પ્રેક્ટિસના નામે નિર્દોષ લોકોની ગોળીઓથી હત્યા કરી હતી. અફઘાનિસ્તાનમાં તહેનાત વિદેશી સૈનિકો પર પહેલા પણ આ પ્રકારના આરોપો લાગ્યા છે.

ઓસ્ટ્રેલિયાનો જવાન પ્રથમ વખત કોઈને મારે છે તો તેને બ્લડિંગ કહે છે
NBCએ એન્ગસનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં એન્ગસે કહ્યું આ શરમજનક છે. કુલ 39 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ પૈકીના કેટલાક કેદી, ખેડૂત અને સામાન્ય નાગરિક હતા. તેમને આર્મીએ પ્રેક્ટિસ માટે હત્યાના આરોપી બનાવ્યા. ઓસ્ટ્રેલિયામાં તહેનાતી પછી કોઈ સૈનિક પ્રથમ વખત કોઈ આરોપીને અથડામણમાં મારી નાંખે છે તો તેને બ્લડિંગ કહેવામાં આવે છે.

સૈનિકો પર હત્યાનો કેસ ચાલશે
ઓસ્ટ્રેલિયાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે ચાર વર્ષ સુધી આ આરોપીઓની તપાસ કરી. તેના માટે ત્રણ લોકોની ટીમ બનાવવામાં આવી હતી. તેમાં એક જજ પણ સામેલ હતા. આ દરમિયાન 400 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. 19 સૈનિકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ તમામ પર હત્યાનો આરોપ નોંધવામાં આવ્યો છે અને કેસ તેને સંલગ્ન કલમોમાં ચાલશે.

ડિફેન્સ ફોર્સના ચીફે અફઘાનિસ્તાનની માંફી માંગી
કેમ્પબેલે કહ્યું આપણા સૈનિકોએ માનવતાની કત્લ કરી છે. અમે અફઘાનિસ્તાનના નાગરિકોની માંફી માંગીએ છીએ. મેં આ અંગે અફઘાનિસ્તાનના સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમની પણ માંફી માંગી. આપણા સૈનિકોએ લોકોનો ભરોસો તોડ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો