ઈરાનમાં બ્રિટિશ નાગરિકને મોતની સજા સંભળાવી:પરફ્યૂમની એક બોટલ અને શર્ટના બદલે ગુપ્ત માહિતી લીક કરવાના આરોપ

તેહરાન18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈરાનમાં સરકારનો વિરોધ કરતા લોકોને સજા એ મોત આપવાનો સિલસિલો ચાલું જ છે. હવે ઈરાનમાં એક બ્રિટિશ નાગરિક અલીરેજા અકબરીને મોતની સજી સંભળાવવામાં આવી છે.

ઈરાન અલીરેઝાને 1997 થી 2005 દરમિયાન સંરક્ષણ પ્રધાનના ડેપ્યુટી રહેતા જાસૂસી કરવાનો આરોપી માનવામાં આવે છે. જ્યારે તેની વર્ષ 2019માં ધરપકડ કરવામાં આવી હતી. BBC અનુસાર, ઈરાને અલીરેઝા પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેણે પરફ્યુમની એક બોટલ અને શર્ટ માટે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની ગુપ્ત માહિતી લીક કરી હતી.

અલીરેઝાનો આરોપ છે કે તેમને 10 મહિનાથી ગેરકાયદેસર કેદમાં રાખવામાં આવ્યા છે.
અલીરેઝાનો આરોપ છે કે તેમને 10 મહિનાથી ગેરકાયદેસર કેદમાં રાખવામાં આવ્યા છે.

'અલીરેઝાની સજા રાજકીય રીતે પ્રેરિત'
અલીરેઝાની પત્ની મરિયમે જણાવ્યું હતુ કે ઈરાનની સરકારે તેમના પરિવારને છેલ્લી વખત તેની સાતે મુલાકાત કરવા જણાવ્યું છે. ખરેખરમાં અલીરેઝાએ થોડાવર્ષો પહેલા જ બ્રિટનની નાગરિકતા મેળવી હતી.
જેથી ઈંગ્લેન્ડે તાત્કાલિક તેમને મુક્ત કરવાની માંગ કરી છે. બ્રિટનના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લીવર્લીએ ટ્વીટ કરીને લખ્યું છે કે અલીરેઝાને મોતની સજા આપની તે રાજકીય રીતે પ્રેરિત છે.

વાતચીતના બહાને ઈરાન બોલાવીને કેદ કર્યો
BBCને અલીરેઝા અકબરીનો એક ઓડિયો પણ મળ્યો છે. આ ઓડિયામાં તે જણાવે છે કે કેટલાક વર્ષોથી તે ઈરાનની બહાર જ રહી રહ્યા છે. 2019માં તેમને ઈરાનના એ ડિપ્લોમેટે વાતચીત માટે બોલાવ્યો હતો. જ્યારે અલીરેઝા ત્યાં પહોંચ્યો તે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેણે આરોપ લગાવ્યા છે કે 3500 કલાકથી ઈન્ટેલિજેન્સ તેને ટોર્ચર કરી રહ્યા છે.

ઓડિયોમાં અલીરેઝાએ જણાવ્યું છે કે ઈરાન 10 કેમેરા લગાવીને હોલીવુડ સ્ટાઈલમાં તેને ગુનો કબુલ કરાવવામાં આવી રહ્યો છે. અલીરેઝાએ કહ્યું, મને ટોર્ચર કરીને અને સાઈકોલોજિકલ રીતે આ લોકો મારી હિંમતને નબળી કરી રહ્યા છે. તેઓ મને પાગલ કરી રહ્યા છે અને તો બધું બોલાવી રહ્યા છે, જે તેઓ ઈચ્છે છે.

અલીરેઝાએ સીક્રેટ ઈન્ટેલિજેન્સ સર્વિસ M16ને આપી જાણકારી
ઈરાનની ઈન્ટેલિજેન્સ મિનિસ્ટ્રીએ અલીરેઝા અકબરીને દેશનો સૌથા મોટા ઘુસણખોરોમાથી એક જણાવ્યા છે. તેમના પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેઓ બ્રિટનની સીક્રેટ સીક્રેટ ઈન્ટેલિજેન્સ સર્વિસ M16ને ગુપ્ત માહિતી પહોંચાડતા હતા. ઈન્ટેલિજેન્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે તેમના એજન્ટે ખોટી જાણકારી આપવાની લાલચમાં અલીરેઝાને ફસાવ્યો અને તેને પકડી લીધો છે.

ઈરાનમાં ફાંસીની સજા સામે વિરોધ પ્રદર્શનની તસવીર.
ઈરાનમાં ફાંસીની સજા સામે વિરોધ પ્રદર્શનની તસવીર.

7 જાન્યુઆરીએ પણ બે લોકોને મોતની સજા આપી હતી
ઈરાનની મિજાન ન્યૂઝ એજન્સી મુજબ, મોહમ્મદ માહદી કરામી અને સૈયદ મોહમ્મદ હોસૈની નામના બે યુવકોને 7 જાન્યુઆરીની સવારે ફાંસી આપવામાં આવી હતી. આ બંને પર અર્ધલશ્કરી દળના જવાનની હત્યા કરવાનો આરોપ હતો. કોર્ટે તેને ડિસેમ્બરમાં ફાંસીની સજા સંભળાવી હતી. 3 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે તેમની સજા યથાવત રાખી હતી.

ઈરાનમાં પ્રખ્યાત લેખક મેહદી બહમનને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. મેહદી બહમને ઈઝરાયેલની એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો
ઈરાનમાં પ્રખ્યાત લેખક મેહદી બહમનને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. મેહદી બહમને ઈઝરાયેલની એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો

ઈરાનમાં 2022માં 500 લોકોને ફાંસીનાં માંચડે ચઢાવ્યા
નોર્વેના ઈરાન હ્યુમન રાઈટ્સ ગ્રુપ મુજબસ ઈરાનમાં 2022માં 500થી વધું લોકોને મોતની સજા આપવામાં આવી છે. તેમને રિવોલ્યુશનરી કોર્ટના બંધ બારણે નિષ્પક્ષ સુનાવણી વિના જ સજા સંભળાવવામાં આવી હતી. આ પહેલા 2021માં 333 અને 2020માં 267 લોકોને મોતની સજા આપવામાં આવી હતી.

અન્ય સમાચાર પણ વાંચો....

સુદાનમાં પકડાયો દુનિયાનો મોસ્ટ વોન્ટેડ માનવ તસ્કર:હજારો આફ્રિકન પ્રવાસીઓને કિડનેપ કર્યા, મહિલાઓને રેપ બાદ કરતો હતો ટોર્ચર

દુનિયાનો મોસ્ટ વોન્ટેડ માનવ તસ્કર કિડાને જેકારિયાસ હાબતેમરિયમ 1 જાન્યુઆરીમાં સુડાનમાં પકડાઇ ગયો છે. તેને પકડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોલીસ ઓપરેશન ચલાવવામાં આવ્યું. જેનું નેતૃત્વ સંયુક્ત અમિરાત UAEએ કર્યું.

કિડાને દુનિયાના ખૂંખાર માનવ તસ્કરોમાંનો એક છે. જેના પર લિબિયા સમેત કેટલાય પૂર્વી આફ્રિકન દેશોના હજારો પ્રવાસીઓને કિડનેપ કરી તેમની સાથે રેપ કરીને તેમને ટોર્ચર કરવાનો આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...