નોબેલ વિજેતાને બેલારુસમાં 10 વર્ષની જેલ:સરકાર વિરોધી ધરણાને ફંડિગ આપવાનો આરોપ, 2022માં શાંતિ પુરસ્કાર જીત્યો હતો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બેલારુસની એક કોર્ટે શુક્રવારે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એલેસ બિયાલિઆત્સ્કીને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. તેમના સિવાય ત્રણ અન્ય લોકોને પણ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન માટે ફંડ આપવા બદલ સજા કરવામાં આવી છે.

2020માં પ્રદર્શનો બાદ સરકારે ચારેયની ધરપકડ કરી હતી. તેઓ બેલારુસના રાષ્ટ્રપતિ તરીકે એલેક્ઝાંડર લુકાશેન્કોની ચૂંટણી સામે વિરોધ કરી રહ્યા હતા. લુકાશેન્કો 1994થી રાષ્ટ્રપતિ છે. તેમના પર આરોપો છે કે તેઓ ગેરકાયદેસર માધ્યમો દ્વારા વિપક્ષને નબળા બનાવીને વારંવાર સત્તામાં આવે છે.

આ તસવીર નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એલેસની ધરપકડ પહેલાની છે.
આ તસવીર નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એલેસની ધરપકડ પહેલાની છે.

2022માં વિશ્વનો સૌથી મોટો શાંતિ પુરસ્કાર મળ્યો હતો
ગયા વર્ષે 2022માં, નોબેલ સમિતિએ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કર્યો હતો. સમિતિએ કહ્યું કે બેલારુસની સરકારે તેમના વિરોધને દબાવવા માટે વર્ષો સુધી પ્રયાસ કર્યા, તેમને ઘણી વખત જેલમાં જવું પડ્યું, તેમની નોકરી પણ છીનવી લેવામાં આવી.

દેશની બહાર રહેતા વિપક્ષના નેતા સ્વેત્લાનાએ એલેસને મળેલી સજાને શરમજનક ગણાવી છે. તેમણે કહ્યું કે એલેસને ન્યાય અપાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ.

આ તસવીર બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોની છે.
આ તસવીર બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોની છે.

પુતિનના મિત્ર છે બેલારુસના રાષ્ટ્રપતિ લુકાશેન્કો
લુકાશેન્કોને સત્તામાંથી બહાર કરવા બદલ એલેસને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. તેમને પુતિનની નજીક માનવામાં આવે છે. યુક્રેન યુદ્ધમાં પણ તે ખુલ્લેઆમ રશિયાનું સમર્થન કરી રહ્યા હતા. લુકાશેન્કો પર આરોપ છે કે તેમણે અત્યાર સુધીમાં 1458 રાજકીય કેદીઓને ગેરકાયદેસર રીતે જેલમાં રાખ્યા છે. લુકાશેન્કો યુરોપના છેલ્લા સરમુખત્યાર તરીકે ખૂબ પ્રખ્યાત છે.

અન્ય સમાચારો પણ છે...