• Gujarati News
  • International
  • According To 77 Percent Of People, Vacations Made Relationships Sweeter, 81 Percent Increased Bonding Between People

ભાસ્કર વિશેષ:વેકેશન દ્વારા 77 ટકા લોકોના મતે સંબંધોમાં ફરી મીઠાશ આવી, 81 ટકા લોકોની વચ્ચે બોન્ડિંગ વધ્યું

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં ઑનલાઇન સરવેમાં ખુલાસો, ગ્રૂપ ટ્રાવેલિંગ ફાયદાકારક

વેકેશન પર જવાનો અલગ જ આનંદ છે. દરેક વેકેશનમાં જવા માંગે છે, પરંતુ પહેલી વાર અમેરિકામાં વેકેશન પર જવાથી થનારા ફાયદા અંગે વન પોલે એક સરવે હાથ ધર્યો. આ સરવેમાં અનેક ચોંકાવનારાં તથ્યો જાણવા મળ્યાં.

સરવે અનુસાર તમારી પાર્ટનર જોડે તકરાર ચાલતી હોય તો વેકેશન પર જાઓ. 77% લોકોના મતે તેનાથી પાર્ટનરની સાથે ફરીથી સુમેળભર્યા સંબંધો બને છે અને મીઠાશ પણ આવે છે. અંદાજે 2 હજાર લોકો પર થયેલા આ સરવેમાં 42%ના મતે વેકેશન પર જવાથી તેઓને પાર્ટનર સાથે ફરીથી પ્રેમ થયો. સરવેમાં સામેલ એક તૃતીયાંશ લોકોના અભિપ્રાય પ્રમાણે વેકેશનથી સંબંધોમાં જોશ જળવાયેલો રહે છે. લોકો અનુસાર પાર્ટનર અથવા એક નાના જૂથ સાથે ફરવા જવું વધુ ફાયદાકારક છે.

81%ના મતે પરિવાર સાથે ફરવાથી બોન્ડિંગ વધે છે. એ જ રીતે 79%ના મંતવ્ય અનુસાર તેનાથી સંબંધો મજબૂત થાય છે. વેકેશન પર સાથે સમય વિતાવવાથી લોકો પ્રિયજનોને વધુ સારી રીતે જાણી શકે છે. વેકેશન પર જ લોકો પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી શકે છે.

61% લોકો વેકેશન પર કેટલીક અદ્દભુત ક્ષણો માણી શકવામાં સફળ રહ્યા હતા. 10માંથી 7 લોકો વેકેશન બાદ વધુ તાજગીભર્યો અહેસાસ કરતા હતા. દર 4માંથી 3ના મતે વેકેશનમાં સાથે સમય વિતાવવાથી વધુ તાજગી અનુભવાય છે. આ જ કારણ છે કે ક્યારેક પાર્ટનર અથવા તો પરિવાર સાથે સૌહાર્દ ન હોવાથી વેકેશનને ટાળવામાં આવે છે.

સાથે ફરવાથી લોકોને 65% સુધી વધુ ખુશી થાય છે
સાથે ફરવાથી લોકોને 65% વધુ ખુશી થાય છે. 45% લોકો વેકેશનમાં પરિવાર અને 37% પાર્ટનર સાથે જવાનું પસંદ કરે છે. બે તૃતીયાંશ લોકો અનેક તસવીરો ક્લિક કરે છે જેથી દરેક પળો યાદગાર રહે. જેને ફરીથી જોઇને ખુશી થાય છે.

અન્ય સમાચારો પણ છે...