• Gujarati News
  • International
  • According To 73 Experts, Vaccine Research Is The Most Important Way To Prevent Another Epidemic In The World

વ્યૂહનીતિ:73 નિષ્ણાતોના સૂચન, દુનિયાના બીજી મહામારીથી બચાવવા માટે વેક્સિન સંશોધનો સૌથી મહત્ત્વના

ન્યુયોર્ક4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય સંકટ રોકવા માટે અસરકારક નેતૃત્વ, બિમારીથી એલર્ટ કરતી સિસ્ટમ પર જોર

અમેરિકા સહિત અનેક દેશના નિષ્ણાતોએ ભવિષ્યની કોઈ બિમારી-મહામારીથી બચવાના સૂચનો રજૂ કર્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, વેક્સિન સંશોધન અને તેનું ઉત્પાદન વધારવાની પદ્ધતિઓને સૌથી કારગર ઉપાય છે. આ ઉપરાંત દુનિયાને નવી બિમારીથી એલર્ટ કરતી સિસ્ટમમાં સુધારા પણ જરૂરી છે. આ સાથે આરોગ્ય સુવિધાઓ વધારવા અને વેક્સિનના સમાન વિતરણને પણ પ્રાથમિકતા આપવી પડે. આ સૂચનો પર અમલ કરવાના માર્ગમાં બહુ ઓછી મુશ્કેલીઓ આવશે. નિષ્ણાતોના મતે, મહામારી વખતે નેતૃત્વ અને પ્રજા સાથેના સંવાદની વ્યૂહનીતિ મહત્ત્વનો ભાગ ભજવે છે, પરંતુ તે સંપૂર્ણપણે વ્યવહારુ નથી.

બીજી તરફ, જમીનના ઉપયોગ અને જીવિત પશુઓના વેપાર પર પ્રતિબંધોને પણ બહુ અસરકારક નથી મનાતી. ટાઈમ મેગેઝિનની સાયન્સ અને હેલ્થ ટીમે વૉશિંગ્ટન યુનિવર્સિટીની દેખરેખ હેઠળ ભવિષ્ય માટે એક ગાઈડ તૈયાર કરી છે. તેમાં વિવિધ ક્ષેત્રોના 73 નિષ્ણાતોએ પોતાના સૂચન રજૂ કર્યા છે. તેમાં એક તૃતિયાંશ નિષ્ણાતો અમેરિકા બહારના છે. આ ટીમના ત્રણ અગ્રણી નિષ્ણાતોના સૂચન આ પ્રમાણે છે.

થોડા વર્ષમાં 1 કરોડ, 80 લાખ હેલ્થ વર્કરની જરૂર - ડૉ. રાજ પંજાબી
કોવિડ-19 મહામારી વચ્ચે 1.15 લાખથી વધુ હેલ્થ કેર વર્કરના મોત થયા. નિષ્ણાતોએ નવી વેક્સિન પર સંશોધન, ઉત્પાદનને સૌથી વધુ મહત્ત્વ આપ્યું, પરંતુ વેક્સિન લગાવનારા હેલ્થ વર્કર પણ એટલા જ મહત્ત્વના છે. કોવિડ-19થી પહેલા દુનિયામાં હેલ્થ વર્કરની સૌથી વધુ અછત રહી. આપણે દસકાના અંત સુધી 1 કરોડ, 80 લાખ હેલ્થ વર્કરની જરૂર છે. ડૉક્ટર અને નર્સોની સંખ્યા શહેરોમાં વધુ અને ગ્રામીણ વિસ્તારોમાં અત્યંત ઓછી છે. આશરે 75% બિમારી જાનવરોથી મનુષ્યોમાં આવતા જીવાણુમાંથી થાય છે. મોટા ભાગે તે ગ્રામીણ વિસ્તારોમાંથી શરૂ થાય છે. હવે પછીની મહામારી રોકવા સાર્વજનિક આરોગ્ય કાર્યકરોની ફોજ તૈયાર કરવી પડશે.

ક્લાઈમેટ ચેન્જની મુશ્કેલીઓ વધુ ગંભીર બની રહી છે- સુનીતા નારાયણ
આગામી મહામારી રોકવા માટે ચેપી બિમારીઓ પર કાબુમાં રોકાણ કવાની સાથે વૈશ્વિક વિકાસની નીતિઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. પરંતુ તમામને સમાન આરોગ્ય સેવા પૂરી પાડ્યા વિના આ લક્ષ્યાંકો પૂરા નહીં થઈ શકે. ક્લાઈમેટ ચેન્જથી ગરીબ વધુ ગરીબ બન્યો છે. જમીનોનો યોગ્ય ઉપયોગ અને ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો ખૂબ જરૂરી છે. જંગલોની કાપણીએ સંકટ સર્જ્યું છે. સંશોધનોથી માલુમ પડ્યું છે કે, તેનાથી ચેપી બિમારીઓના ફેલાવામાં વધારો થયો છે. શુદ્ધ પાણી અને સ્વચ્છતાના અભાવમાં બિમારીઓ પર કાબુ મેળવવો અશક્ય છે. તેનાથી પ્રદૂષિત વિસ્તારોમાં લોકો માટે કોવિડ-19 જેવી બિમારીઓનો સામનો કવો મુશ્કેલ બન્યો છે.

યોગ્ય લીડરશિપ અને પ્રજા સાથે સતત સંવાદ થવો જોઈએ- ડૉ. લીના વેન
કોવિડ-19 મહામારીના બે સૌથી મહત્ત્વના બોધપાઠ રાષ્ટ્રીય નેતૃત્વ અને સતત સંવાદ છે. જે દેશોએ આ દિશઆમાં સારું કામ કર્યું છે, ત્યાં મોટા ભાગે ભૂલો નથી થઈ. દુનિયાભરની કેન્દ્ર સરકારોએ માસ્ક અને બીજી ચીજોનો સપ્લાય પોતે કરવો જોઈએ. તે રાજ્યોના સ્તરે મુશ્કેલ છે. સરકારોએ જ સ્પષ્ટ લક્ષ્યો અને પ્રમાણિક નીતિઓના આધારે રાષ્ટ્રીય દિશા નક્કી કરવી જોઈએ. યોજનાઓમાં જમીની સ્તરે કામ કરતા લોકોને પૂરતા અધિકાર આપવા જોઈએ. આરોગ્ય વિભાગોમાં રિપોર્ટોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાની કે તેના આધારે નીતિઓ બનાવવાની ક્ષમતા નથી હોતી. કેન્દ્રના કારણે જ લૉકડાઉન જેવા બિનલોકપ્રિય નિર્ણયોનો અમલ વધુ સરળ બને છે.

અન્ય સમાચારો પણ છે...