લોકલાગણી:જાપાનમાં તમામ સરવેમાં પાછળ આબેના પક્ષની મોટી જીત

ટોક્યો3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિન્ઝો આબેની હત્યા પછી લાગણીઓ મતમાં ફેરવાઈ
  • ચૂંટણીના બે દિવસ પહેલાં જ આબેની હત્યા થઈ હતી

જાપાનમાં પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યાના બે દિવસ પછી થયેલી સંસદીય ચૂંટણીમાં સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)-કોમૈતો ગઠબંધને ભારે જીત હાંસલ કરી છે. આબેના પક્ષ એલડીપી અને સાથી પક્ષ કોમૈતોએ 248 સભ્યોના ઉપલા ગૃહમાં 146 બેઠક હાંસલ કરી છે, જે બહુમતીના આંકડાથી ઘણી વધારે છે. આ જીતથી સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન ફુમિઓ કિશિદા 2025 સુધી વડાપ્રધાન રહેશે.

ખાસ વાત એ છે કે જાપાનમાં હમણા સુધીની તમામ ચૂંટણીઓમાં આબેના પક્ષને જોરદાર નિષ્ફળતા મળી હતી, પરંતુ તેમની હત્યા પછી લોકલાગણી તેમની તરફેણમાં છે. જાપાનના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક આબેની આઠમી જુલાઈએ ચૂંટણી સભા વખતે ગોળી મારીને હત્યા કરાઈ હતી એટલે ભારે જીત પછી પણ વડાપ્રધાન કિશિદાના ચહેરા પર આનંદ ન હતો. આબેની હત્યામાંથી બહાર આવવા અને તેમના પક્ષને એકજૂટ રાખવાની જવાબદારી હવે તેમના પર છે.

અન્ય સમાચારો પણ છે...