ધાર્મિક નફરત:એક ધાર્મિક સંગઠનના સભ્ય માનીને આબેની હત્યા કરાઈ

ટોક્યો3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાપાનના પૂર્વ પીએમના હત્યારાએ એક અફવા સાચી માની કાવતરું ઘડ્યું, તેની માતા પણ તે ધાર્મિક જૂથને સમર્પિત હતી

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્જો આબેની ગોળી મારી હત્યા કરનાર 41 વર્ષીય તેત્સુયા યામાગામીએ ખુલાસો કર્યો હતો કે આબેની હત્યાનું કાવતરું તેણે એટલા માટે રચ્યું કેમ કે તેને એ અફવા પર ભરોસો થઈ ગયો હતો કે આબે એક એવા સંગઠન સાથે જોડાયેલા હતા જેનાથી તે નારાજ હતો. જાપાની મીડિયાના અહેવાલ અનુસાર હુમલાખોરને એક ધાર્મિક જૂથથી નફરત હતી. જોકે તેની માતા એ જૂથ પ્રત્યે સમર્પિત હતી. જોકે, હજુ આ સંગઠનનું નામ જાહેર નથી કરાયું.

આ દરમિયાન જાપાનમાં રવિવારે ઉપલા ગૃહની 245માંથી 124 બેઠક માટે મતદાન થશે. શનિવારે આબેના શબને તેમના ગૃહનગર ટોક્યો લવાયું હતું. તેમની અંત્યેષ્ટિ મંગળવારે કરાશે. ક્યોટો પ્રાંતના પૂર્વ પોલીસ ઈન્વેસ્ટિગેટર ફુમિકાજુ હિગુચીએ કહ્યું કે ઘટનાના સમયે સુરક્ષા વ્યવસ્થા વેરવિખેર હતી અને પૂર્વ વડાપ્રધાનની દૃષ્ટિએ અપર્યાપ્ત પણ હતી. અહીં એ તપાસ કરવાની જરૂર છે કે સુરક્ષાકર્મીઓએ શિન્જો આબે પાછળ યામાગામીને ખુલ્લો કેમ ફરવા દીધો અને તેમની પાછળ કેમ જવા દીધા? નિષ્ણાતો અનુસાર આબે પ્રચાર વાહનની જગ્યાએ જમીન પર ઊભા થઈને સભાને સંબોધી રહ્યા હતા. એવામાં તેમને નિશાન બનાવવું સરળ થઈ ગયું હતું.

ઘરેથી આરીનો અવાજ સંભળાતો હતો
જાપાનના અસાહી અખબાર અનુસાર યામાગામી ક્યોટોના એક વેરહાઉસમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. ત્યાં તે ફોર્કલિફ્ટ ઓપરેટર હતો. તે ત્યાં ચૂપચાપ રહેતો હતો અને સાથીઓ સાથે હળી-મળીને રહેતો નહોતો. યામાગામીના ઘર નજીક રહેતા એક પાડોશી અનુસાર તે ક્યારેય યામાગામીને મળ્યો નથી પણ થોડાક મહિનાથી તેનાથી ઘરેથી રાતે આરી ચાલવાનો અવાજ સંભળાતો હતો.

ગોળી બુલેટપ્રૂફ બ્રીફકેસને વાગી હોત તો બચી ગયા હોત
ઘટનાના વીડિયોમાં દેખાય છે કે હુમલાખોર યામાગામી ગનથી પ્રથમ ફાયરિંગ કરે છે પણ ગોળી આબેને વાગતી નથી. પણ તેનાથી ધુમાડો નીકળે છે. આબે તે જોવા પાછળ ફરે છે કે અવાજ ક્યાંથી આવ્યો? આ દરમિયાન હુમલાખોર બીજી ગોળી ચલાવે છે જે તેમના ડાબા હાથમાં વાગે છે. આ ગોળી આબેના પાછળના હાથમાં બુલેટપ્રૂફ બ્રીફકેસ હાથમાં લઈને ઊભેલા સુરક્ષાકર્મીને ન વાગીને આબેને વાગે છે.

અન્ય સમાચારો પણ છે...