લિટરેચરનો નોબેલ:તાન્ઝાનિયાના અબ્દુલરઝાક ગુર્નાહને સાહિત્યનું નોબેલ, કમિટીએ કહ્યું- કોલોનિયલિઝમ વિરૂદ્ધ તેઓએ કોઈ જ સમજૂતી ન કરી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાન્ઝાનિયાના સાહિત્યકાર અબ્દુલરઝાક ગુર્નાહ (ફાઈલ ફોટો) - Divya Bhaskar
તાન્ઝાનિયાના સાહિત્યકાર અબ્દુલરઝાક ગુર્નાહ (ફાઈલ ફોટો)

સાહિત્યનો નોબેલ પુરસ્કાર આ વર્ષે (2021) તાન્ઝાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરઝાક ગુર્નાહને આપવામાં આવ્યો છે. નોબેલ કમિટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે- ઉપનિવેશવાદ વિરૂદ્ધ રઝાકે કોઈ પ્રકારની સમજૂતી કરી ન હતી. તેઓએ આ ખરાબાની જડ પર પોતાના સાહિત્યથી પ્રહાર કર્યા. ગુર્નાહનો પ્રયાસ છે કે મહાદ્વીપો વચ્ચે સાંસ્કૃતિક અંતરની ઊંડી ખાઈને લેખન દ્વારા પુરી કરવામાં આવશે.

નોબેલ એકેડમી દ્વારા કહેવામાં આવ્યું કે- અબ્દુલ સંસ્કૃતિના વિસ્તારના તરફદાર રહ્યાં છે. તેઓને નાનપણથી જ સાહિત્યના ક્ષેત્રમાં કંઈક કરવાનો શોખ હતો. તમે તેમની જીવન યાત્રામાં તેની ઝાંખી જોઈ શકો છો. જીવનના અંતિમ પડાવમાં તેઓએ લખવાનું છોડ્યું ન હતું.

અત્યાર સુધીમાં 117 લોકોને સાહિત્યનો નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યો છે, જેમાંથી 16 મહિલાઓ છે. ગત વર્ષે સાહિત્યનો નોબેલ અમેરિકન કવિ લુઇસ લકને આપવામાં આવ્યો હતો. તેઓ યેલ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતા.

અન્ય સમાચારો પણ છે...