તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • A Young Woman In Paris Could Not Celebrate Her 30th Birthday At Disneyland, So She Made A Cake On The Theme "Disneyland Princess" At Home.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:પેરિસમાં યુવતી 30મો જન્મદિવસ ‘ડિઝનીલેન્ડ’માં ના ઊજવી શકી આથી ઘરે ‘ડિઝનીલેન્ડ પ્રિન્સેસ’ થીમ પર કેક બનાવી

પેરિસ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાદિયાને આ કેક બનાવતા 20 કલાકનો સમય લાગ્યો
 • તેણે ઘરે શાકાહારી કેક બનાવી
 • નાદિયાએ કેક પાછળ 60 યુરો એટલે કે 4894 રૂપિયા ખર્ચ્યા

લોકડાઉનને લીધે દુનિયાના ઘણા લોકોના બર્થડે પ્લાન કેન્સલ થયા છે. ફ્રાંસના પેરિસ શહેરની રહેવાસી નાદિયાએ પોતાનો 30મો જન્મદિવસ ‘ડિઝનીલેન્ડ પેરિસ’માં સેલિબ્રેટ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. લોકડાઉનને લીધે ડિઝનીલેન્ડ જવું તો શક્ય નહોતું આથી તેણે ઘરે ‘ડિઝનીલેન્ડ પ્રિન્સેસ’ થીમ પર શાકાહારી કેક બનાવી. નાદિયાને આ કેક બનાવતા 20 કલાકનો સમય લાગ્યો.

નાદિયાએ મીડિયાને પોતાની આ સ્પેશિયલ કેક વિશે કહ્યું કે, મારે આ વર્ષે બર્થડે ડિઝનીલેન્ડ પેરિસમાં સેલિબ્રેટ કરવો હતો, પણ કોરોના વાઇરસને લીધે તે શક્ય નહોતું. આથી મેં વિચાર્યું કે હું ભલે ડિઝનીલેન્ડને મળી ન શકું પણ તેમને મારા ઘરે તો બોલાવી જ શકું ને ! મેં મારી કેકમાં ડિઝનીલેન્ડ પ્રિન્સેસને સામેલ કરી. મારી કેક ટેસ્ટની સાથોસાથ દેખાવમાં પણ ઘણી સુંદર લગતી હતી. આ સમયે શાકાહારી કેક મળવી તો બહુ મુશ્કેલ છે આથી મેં ઘરે જ બનાવી. 

નાદિયાએ મસ્તીમાં કહ્યું કે, આ કેક પાછળ મેં 60 યુરો એટલે કે 4894 રૂપિયા ખર્ચ્યા છે. આ ખર્ચ વધારે લાગે છે પણ મારો જન્મદિવસ વર્ષમાં એક જ વાર આવે છે. જો હું ડિઝનીલેન્ડમાં ગઈ હોત તો થોડા વધારે યુરો ખર્ચવા પડત. મને હવે ડિઝનીલેન્ડ જવા ના મળ્યું તેનો કોઈ અફસોસ નથી.

નાદિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી આથી તેની બહેન અનેકાએ ફેસબુક પર ‘ડિઝનીલેન્ડ પ્રિન્સેસ’ થીમ પર બનેલી શાકાહારી કેકના ફોટોઝ શેર કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો