તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • A Wild Cat Jumped On A Woman Sleeping In Bed At Home, After Which An Extensive Search Operation Was Launched To Find Her.

એક બિલ્લી ઘર કે અંદર:ઘરમાં પથારીમાં ઊંઘી રહેલી મહિલા પર જંગલી બિલાડી કૂદીને આવી પડી, બાદમાં એને શોધવા વ્યાપક તપાસ અભિયાન ચલાવાયું

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • જ્યોર્જિયામાં જંગલી બિલાડી ઘરોમાં રાખવી કે માલિકી ધરાવવી એ ગેરકાયદે માનવામાં આવે છે

એટલાન્ટાની એક મહિલાને ભારે આશ્ચર્ય થયું હતું, જ્યારે બુધવારે સવારે એક બિલાડી તેની બેડ પર કૂદીને આવી ગઈ હતી. હકીકતમાં આ બિલાડી તેની ન હતી. તેને એ જાણીને આંચકો લાગ્યો હતો કે આ બિલાડી આફ્રિકા મૂળની એક વિદેશી બિલાડી હતી.

બ્રૂકહેવનમાં રહેતી ક્રિસ્ટીન ફ્રેંકે જણાવ્યું હતું કે તેના પતિ જ્યારે પાલતુ કૂતરાને ઘરની બહાર લઈ ગયા, ત્યાર બાદ આ બિલાડી તેમના ઘરમાં આવી પહોંચી હતી. એ સમયે ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. આ બિલાડી તેના ચહેરાથી ફક્ત 6 ઇંચના અંતર પર હતી. આ બિલાડી આવતાંની સાથે જ તે ખૂબ ડરી ગઈ હતી. આ એક સમાન્ય બિલાડી ન હતી. અલબત્ત, હું આ અંગે જાણકારી ધરાવતી ન હતી, પણ મને ખૂબ જ ડર લાગી ગયો હતો.

ફ્રેંકે જણાવ્યું હતું કે ધીમે ધીમે એ રૂમની બહાર નીકળી ગઈ હતી અને તેના પતિએ અગાઉથી જ બેડરૂમનો દરવાજો ખોલી નાખ્યો હતો, જેથી એ બહાર નીકળી જાય. શું એ બોબકેટ (જંગલી બિલાડી) હતી? શું એ ચિત્તો હતો? કે પછી એનું બચ્ચું હતું વગેરે પ્રશ્ન મારા મનમાં આવતા હતા.

તેણે પશુ નિયંત્રણ વિભાગને ફોન કર્યો હતો, જ્યાંથી કુદરતી સંશાધન વિભાગનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું હતું. તેઓ હવે આ અંગે તપાસ કરી રહ્યા છે. આ હજુ પણ એટલી જ ડરામણી વાત હતી, કારણ કે એની પૂંછડી અઢી ફૂટ લાંબી હતી, જે સામાન્ય રીતે એક પાલતુ પશુની હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોર્જિયામાં જંગલી બિલાડી ઘરોમાં રાખવી કે માલિકી ધરાવવી એ ગેરકાયદે માનવામાં આવે છે. અલબત્ત, એનિમલ લીગલ ડિફેન્સ ફંડ પ્રમાણે એની વિરુદ્ધ કોઈ નક્કર કાયદો નથી. વન્ય બિલાડી એ ખાનગી કબજા માટે નથી.

દેશમાં વન્ય બિલાડીને લગતો વેપાર યોગ્ય રીતે નિયંત્રિત નથી, જેને પગલે અનેક પ્રકારની બિલાડીઓની જાતિ ખાનગી આવાસોમાં જીવી રહી છે, કુદરતી વર્તણૂક માટે પૂરતો માહોલ ધરાવતી નથી.

ALDFના કાનૂન બાબતના સિનિયર મેનેજર એલિસિયા પ્રિગોસ્કીએ જણાવ્યું હતું કે આ કેસ વન્ય બિલાડીની માલિકીના પ્રતિબંધનું શું મહત્ત્વ છે એ બાબતને દર્શાવે છે, કારણ કે એ સમુદાયના અન્ય સભ્યોને પણ જોખમમાં મૂકે છે.

DNR ફ્રેંકના પડોશમાં જાળ બિછાવવા માટે કામ કરી રહ્યું છે. વન્ય અભયારણ્યમાં એને સુરક્ષિતપણે છોડી શકાય એ માટે કાયદા પ્રમાણે એને પકડી લેવી જોઈએ. પ્રિગોસ્કીનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિએ એ બિલાડીથી દૂર રહેવું જોઈએ અને પશુ નિયંત્રણ અથવા DNR સાથે સંપર્ક કરવો જોઈએ.