તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • A Week long Lockdown In Bangladesh From April 5, 7 People Die After Being Vaccinated Against AstraZeneca In The UK

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:બાંગ્લાદેશમાં 5 એપ્રિલથી એક સપ્તાહનું લોકડાઉન, UKમાં એસ્ટ્રાઝેનેકાની વેક્સિન લગાવ્યા બાદ 7 લોકોના મોત

18 દિવસ પહેલા
મેક્સિકોની રાજધાની મેક્સિકો શહેરમાં એક વૃદ્ધ મહિલાને વેક્સિન લોગવવા માટે પ્રેરિત કરતો રેસલર (WWE ફાઇટર).
  • બાંગ્લાદેશમાં કોરોનાના કેસ ઝડપી વધી રહ્યા છે

બાંગ્લાદેશમાં કોરોનાની નવી લહેર ખૂબ જ ઝડપી ફેલાઈ રહી છે. અહીંયા 5 એપ્રિલથી 1 સપ્તાહનું લોકડાઉન આવી રહ્યું છે. જ્યારે, UK માં ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સિન લગાવ્યા બાદ 7 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ ફરી એક વખત એસ્ટ્રાઝેનેકા વેક્સિન લગાવ્યા બાદ બ્લડ ક્લોટિંગ પર દલીલો શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ એક કરોડ 80 લાખ લોકોને આ કંપનીની વેક્સિન આપવામાં આવી છે. જેમાં 30 લોકોમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા થઈ છે.

ફેકટરી અને કંપનીઓને લોકડાઉનથી રાહત
બાંગ્લાદેશના પરિવહન મંત્રી અબ્દુલ કાદિરે શનિવારે સવારે લોકડાઉનની જાહેરાત કરી હતી. કાદિર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટીના જનરલ સેક્રેટરી પણ છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉનમાં તમામ ઓફિસ અને કોર્ટ બંધ રહેશે. જો કે ફેકટરીઓ અને કંપનીઓને રાહત આપવામાં આવી છે. જાહેર વહીવટ પ્રધાન ફરહદ હુસેને કહ્યું હતું કે ફેકટરી અને કંપનીઓ બંધ કરાવા પર કર્મચારીઓ પોતાના ગામ તરફ પરત ફરવા લાગશે. એટલા માટે તેને ચાલુ જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

PM ઓફિસે જાહેર કરી 18 પોઈન્ટની નોટ
આ પહેલા બાંગ્લાદેશની વડાપ્રધાન ઓફિસે પણ કોરોના ગાઈડલાઇનની સખ્તી અંગે 18 પોઈન્ટની નોટ જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાના વધતાં કેસોને ધ્યાનમાં રાખતા લોકોનું એકઠા થવા પર રોક લગાવવામાં આવી છે. સામાજિક, રાજકીય અને તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે. બસોમાં પણ તેની ક્ષમતાના 50% મુસાફરો જ લઈ જઈ શકાશે. બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો થયો છે. અહીં બુધવારે 5,358 કેસ નોંધાયા હતા, ને ગયા વર્ષે માર્ચથી અત્યાર સુધીના સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં અહીંયા 50 લોકોના મોત થયા છે, ત્યાર બાદ મૃત્યુઆંક વધીને 9,155 થઈ ગયો છે.

પાકિસ્તાન કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાની સ્થિતિમાં નહીં
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. પાકિસ્તાનની પ્રમુખ વિપક્ષની પાર્ટી PPPના અધ્યક્ષ ભુટ્ટો-જરદારીનું કહેવું છે કે તેમની દેશ કોરોના વાયરસની ત્રીજી લહેરનો સામનો કરવાની સ્થિતિમાં નથી. સૌથી મોટું કારણ પાકિસ્તાન સરકાર દ્વારા દરેક મારે વેક્સિન ખરીદવાનો ઇનકાર કરવાનું છે. તેમણે પોતાની પાર્ટીની મળેલી એક બેઠકમાં આ વાત જણાવી હતી. તેમણે જણાવ્યુ હતું કે વેક્સિનેશન મુદ્દે અમે ભારત, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાથી પણ પાછળ છીએ. આ મારી સરકારની નબળાઈ બતાવવા માટે પુરતું છે. યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલ અફઘાનિસ્તાન પણ આ મામલે અમારા કરતા આગળ છે.

ચીનની વેક્સિન લગાવવાનો આરોગ્ય કર્મચારીઓએ પણ કર્યો ઇનકાર
પાકિસ્તાનમાં વેક્સિનેશનની પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. અહીં માત્ર ચીનની વેક્સિન લગાવવામાં આવી રહી છે, જેને લગાવવાનો આરોગ્ય કર્મચારીઓ પણ ઇનકાર કરી રહ્યા છે. તેમને વેક્સિનની વિશ્વાસનીયતા અને સુરક્ષા પર વિશ્વાસ નથી. ચીનથી વેક્સિનની પ્રથમ જથ્થો 1 ફેબ્રુઆરીએ પાકિસ્તાન આવ્યો હતો. આ જથ્થામાં 0.5 મિલિયન (5 લાખ) વેક્સિન મોકલવામાં આવી હતી.

બ્રાઝિલમાં ક્લાસીસ શરૂ થશે, બાર અને રેસ્ટોરન્ટ બંધ રહેશે
બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70,238 કેસ સામે આવ્યા હતા. આ સાઉથ અમેરિકન દેશમાં કોરોનાએ મોટી વસ્તીને સંક્રમિત કરી છે. બ્રાઝિલ એક્ટિવ કેસ અને મૃત્યુના મામલે દુનિયામાં અમેરિકા બાદ બીજા નંબર પર છે. અહીં સૌથી વધુ લોકો પોઝિટિવ લોકો સાઉ પાઉલો અને રિયો ડી જેનેરો શહેરમાં છે. આ બંને શહેરોમાં ક્લાસીસ સોમવારથી શરૂ થઈ જશે, પરંતુ 9 એપ્રિલ સુધી બાર અને રેસ્ટોરન્ટ પર પ્રતિબંધ રહેશે. બ્રાઝિલમાં વેક્સિનેશન જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું.

બ્રાઝિલના અમેજન રાજ્યના અનામામાં નદી પાર કોરોનાના દર્દીની સારવાર કરવા જઈ રહેલ આરોગ્ય કર્મચારી.
બ્રાઝિલના અમેજન રાજ્યના અનામામાં નદી પાર કોરોનાના દર્દીની સારવાર કરવા જઈ રહેલ આરોગ્ય કર્મચારી.

અર્જેંટીનામાં અત્યાર સુધી 56,023 લોકોના મોત
પાંચ કરોડની વસ્તી ધરાવતો દેશ અર્જેંટીનામાં અત્યાર સુધીમાં 2,373,153 લોકો કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 9,902 કેસ નોંધાયા છે, જ્યારે 56,023 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. અત્યાર સુધીમાં અર્જેંટીનામાં 2,121,954 લોકો કોરોનાથી સાજા થયા છે. અહીં ડિસેમ્બર 2020માં જ વેક્સિનેશન શરૂ થઈ ગયું હતું. અત્યાર સુધીમાં 3,480,127 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

31,314,625

567,610

23,825,635

બ્રાઝિલ

12,912,379

328,366

11,276,628

ભારત

12,392,260

164,141

11,569,241

ફ્રાન્સ

4,741,759

96,280

297,734

રશિયા

4,572,077

100,017

4,195,869

યૂકે

4,353,668

126,816

3,873,487

ઈટાલી

3,629,000

110,328

2,953,377

તુર્કી

3,400,296

31,892

3,059,462

સ્પેન

3,291,394

75,541

3,054,725

જર્મની

2,872,379

77,421

2,560,400

અત્યાર સુધીમાં 13.09 કરોડ લોકો સંક્રમિત
દુનિયામાં અત્યાર સુધીમાં 13.09 કરોડ લોકો વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 10.53 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 25.52 લાખ દર્દીના મૃત્યુ થયા છે. 2.26 કરોડ દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.તેમાં 97,682 દર્દીઓની હાલત ગંભીર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો