કેનેડાની સરહદ પાસે 45 હજારની વસતી ધરાવતું અમેરિકાનું એક શહેર સાઈકલ ચોરોથી પરેશાન છે. છેલ્લા કેટલાક મહિનાથી અહીં સાઈકલ ચોરીની ઘટના હવે રોજીંદી બની ચૂકી છે. ઘર, ગેરેજ, માર્કેટ દરેક જગ્યાએથી સાઈકલની ચોરી થાય છે. અનેક સાઈકલની તો 6-6 વાર ચોરી થઇ ચૂકી છે. યુનિવર્સિટી ઑફ વરમાઉન્ટે વિદ્યાર્થીઓને સાઈકલ ચોરીથી સાવધાન રહેવા કહ્યું છે.
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની જૂનથી અત્યાર સુધી 220 સાઈકલની ચોરી થઇ છે, જેની કિંમત અંદાજે અઢી કરોડ રૂપિયા થાય છે. ચોરને પકડવા માટે શહેરીજનોએ પોતાની સાઈકલમાં જીપીએસ ટ્રેકર ફિટ કરાવ્યું છે અને ઘરોમાં સીસીટીવી કેમેરા. સાઈકલ ચોરીની વારંવાર દુર્ઘટનાથી પોલીસ પણ તંગ છે. તેઓની પોતાની ટ્રાન્સફર અન્ય વિભાગમાં કરાવવા માટે મજબૂર છે. કેટલાકે નોકરી જ છોડી દીધી છે. બીજા વિભાગમાંથી પોલીસકર્મીઓ અહીં આવવા તૈયાર નથી. જ્યારે પોલીસ જ સાઈકલ ચોરોને પકડવામાં નિષ્ફળ નિવડી ત્યારે શહેરના લોકોએ પોતાના સ્તરે ચોરને પકડવા અને સાઈકલ પરત મેળવવા માટે ફેસબુક પર ગ્રૂપ બનાવ્યું છે. 4% વસતી આ ફેસબુક ગ્રૂપથી જોડાયેલી છે. શહેરની પૂર્વ મેયર જુલી વિલિયમ્સની પુત્રી સાઇકલ કંપની ચલાવે છે.
ડ્રગ માર્કેટમાં ઓળખ છૂપાવવા ચોરી કરતા હોવાની આશંકા
કેટલાક લોકોના મતે શહેરના ગેરકાયદે ડ્રગ માર્કેટમાં ઓળખ છૂપાવીને જવા માટે લોકોના ઘરે, ગેરેજ અને સ્ટેન્ડથી સાઈકલ ચોરાઇ રહી છે. અનેક સાઈકલો ત્યાંથી મળી આવી છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી અચાનક સાઈકલ ચોરીની ઘટનાઓ પાછળનું અસલી કારણ જાણવા મળ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.