મેક્સિકોમાં ટ્રેન-ટ્રકની ટક્કરથી ગંભીર અકસ્માત સર્જાયો:પાટા પર આગમાં લપેટાયેલી ટ્રેન દોડતી રહી, આસપાસના 120 મકાનોને નુકસાન પહોંચ્યું

એક મહિનો પહેલા

મેક્સિકોમાં કાર્ગો ટ્રેન અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેનમાં આગ લાગી હતી. આશ્ચર્યની વાત એ છે કે આગમાં લપેટાયેલી ટ્રેન રોકાઈ ન હતી પરંતુ પાટા પર દોડતી રહી હતી. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. આ દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી, પરંતુ ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આસપાસના મકાનો સુધી ફેલાઈ આગ
આ ઘટના એગ્વાસ્કાલિએન્ટિસ શહેરની છે. મેયર લિઓ મોન્ટેનેજૂએ જણાવ્યું કે આગના કારણે આસપાસના મકાનોને નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટક્કર બાદ ઓઈલથી ભરેલી ટ્રક પલટી ગઈ અને બંને ગાડીઓમાં આગ લાગી ગઈ. ઘટનાસ્થળે ભયનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો દોડતા જોવા મળે છે.

12 લોકોને બચાવી લેવાયા
એગ્વાસ્કાલિએન્ટિસના ફાયર વિભાગના વડા મિગુએલ મુરિલોએ જણાવ્યું - રેલવે ક્રોસિંગ પાસે એક ટ્રક કાર્ગો ટ્રેન સાથે અથડાઈ હતી. ટ્રકમાં ઓઈલ હતું. આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હતી. અહીં રહેતા 12 લોકોને બચાવી લેવાયા છે. જેમાં ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સિવાય ઘટનાસ્થળની નજીક રહેતા લગભગ 1500 લોકોને પણ સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે.

જુઓ અકસ્માતની 4 તસવીરો...

આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હતી. એલ યુનિવર્સલ ન્યૂઝપેપરની રિપોર્ટ મુજબ, આગને ઓલવવા માટે લગભગ 200 ફાયરફાઇટરને મોકલવામાં આવ્યા હતા.
આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હતી. એલ યુનિવર્સલ ન્યૂઝપેપરની રિપોર્ટ મુજબ, આગને ઓલવવા માટે લગભગ 200 ફાયરફાઇટરને મોકલવામાં આવ્યા હતા.
એગ્વાસ્કાલિએન્ટિસના મેયરના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળે 300 ઘર છે જેમાંથી 120ને નુકસાન થયું છે.
એગ્વાસ્કાલિએન્ટિસના મેયરના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળે 300 ઘર છે જેમાંથી 120ને નુકસાન થયું છે.
પોલીસે જણાવ્યું કે ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. તે ખૂબ જ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો.
પોલીસે જણાવ્યું કે ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. તે ખૂબ જ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો.
. ટ્રેન-ટ્રક અથડામણની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ લોકોની પૂછપરછ કરીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે
. ટ્રેન-ટ્રક અથડામણની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ લોકોની પૂછપરછ કરીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે
અન્ય સમાચારો પણ છે...