મહારાણી એલિઝાબેથ-IIના અંતિમસંસ્કાર:40 KMની સફર બાદ વિંડસર કૈસલ લવાયો ક્વીનનો તાબૂત, રાત્રે 12 વાગ્યે દફનાવવામાં આવશે

15 દિવસ પહેલા

ક્વીન એલિઝાબેથ-IIના અંતિમસંસ્કારની વિધિ ચાલી રહી છે. પ્રાઈવેટ સેરેમેની શરૂ થઈ ચૂકી છે. ક્વીનના તાબૂતને વિંડસર કૈસલ લાવવામાં આવ્યો છે. કિંગ ચાર્લ્સની આગેવાનીમાં શાહી પરિવાર પણ અહીં પહોંચી ગયો છે. 'ધ ગાર્ડિયન' અનુસાર, શાહી પરિવાર સેંટ જોર્જ ચેપલમાંથી બહાર નીકળી ગયો છે. જો કે બધા વિન્ડસર કૈસલમાં જ છે. જેમાં કિંગ ચાર્લ્સ, કેમિલા, ડીન ઓફ વિંડસર, પ્રિન્સેસ એની, પ્રિન્સ એડવર્ડ, પ્રિન્સ એન્ડ્ર્યુ, પ્રિન્સ વિલિયમ અને હેરી સામેલ છે.

ભારતીય સમય અનુસાર ક્વીનને રાત્રે 12 વાગ્યે સેંટ જોર્જ મેમોરિયલ ચેપલ ખાતે પ્રિન્સ ફિલિપની કબરની બાજુમાં દફનાવવામાં આવશે. આ વિધિનો કોઈ વીડિયો કે ફોટો જાહેર કરવામાં આવશે નહીં. ત્યારબાદ શાહી પરિવાર અલગ-અલગ કારમાં પોતાના ઘરે જવા રવાના થશે.

ક્વીન એલિઝાબેથના તાબૂત પરથી શાહી પ્રતિક હટાવાયા
ક્વીન એલિઝાબેથના તાબૂત પરથી શાહી પ્રતિક હટાવાયા

ક્વીન એલિઝાબેથના તાબૂત પરથી શાહી પ્રતિક હટાવી લેવામાં આવ્યા છે. તેમને ટાવર ઓફ લંડનમાં રાખવામાં આવશે. પછી કિંગ ચાર્લ્સ શાહી પ્રતિકનો ઉપયોગ કરશે. ત્યાં સુધી ડીન ઓફ વિંડસર આ તમામ પ્રતિકોની દેખરેખ કરશે.

ક્વીનના અંતિમસંસ્કાર જોર્જ મેમોરિયલ ચેપલ ખાતે કરવામાં આવશે
ક્વીનના અંતિમસંસ્કાર જોર્જ મેમોરિયલ ચેપલ ખાતે કરવામાં આવશે

વેસ્ટમિન્સ્ટર એબેમાં સ્ટેટ ફ્યૂનરલની વિધિ પૂર્ણ
આ પહેલા ક્વીનના તાબૂતને વેસ્ટમિંસ્ટર હોલથી વેસ્ટમિંસ્ટર એબેમાં લવાયો હતો. તેની સાથે રોયલ ગાર્ડ્સ દ્વારા પરેડ કરવામાં આવી હતી. રાજવી પરિવારના સભ્યો ગન કૈરિજની પાછળ ચાલી રહ્યા હતા.

અંતિમસંસ્કારની તમામ વિધિ વેસ્ટમિન્સ્ટરના ડીન ડેવિડ હોયલે પૂરી દ્વારા પૂર્ણ કરાવાઈ. તેમની સાથે કેંટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બી પણ હાજર રહ્યા. શાહી રીતિ રિવાજ પ્રમાણે ક્વીનના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો. તેમના માટે પ્રેયર્સ વાંચવામાં આવી. બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રુસે ટૂંકું ભાષણ આપ્યું. શાહી પરિવાર દ્વારા એક પ્રસ્તાવ વાંચવામાં આવ્યો. ત્યારબાદ 2 મિનિટના મૌન સાથે સ્ટેટ ફ્યૂનરલની વિધિ પૂર્ણ થઈ.

8 સપ્ટેમ્બરના રોજ મહારાણીનું વિધન થયું
96 વર્ષીય મહારાણીનું 8 સપ્ટેમ્બરના રોજ નિધન થયું હતું. પ્રથમ, રાણીની અંતિમયાત્રા વેસ્ટમિંસ્ટર હોલથી વેસ્ટમિંસ્ટર એબી સુધી કાઢવામાં આવશે. એટલે કે, તેના તાબૂતને વેસ્ટમિંસ્ટર એબીમાં લાવવામાં આવશે. આ દરમિયાન સૈન્ય પરેડ થશે. જેમાં રાજવી પરિવારના સભ્યો પણ સામેલ થશે. ડ્યૂક ઓફ સક્સેસ એટલે કે પ્રિન્સ હેરી અને તેમના ભાઈ વિલિયમ, મહારાણીના તાબૂતની પાછળ ચાલશે.

પ્રિન્સ ચાર્લ્સ ત્રીજા સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુલાકાત કરીને શોક વ્યક્ત કર્યો હતો.
પ્રિન્સ ચાર્લ્સ ત્રીજા સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુલાકાત કરીને શોક વ્યક્ત કર્યો હતો.

ગન કેરેજ પર રાણીની અંતિમ યાત્રા
શાહી પરંપરા અનુસાર, રાણીના અંતિમ સંસ્કાર તેમના મૃત્યુના 10 દિવસ પછી કરવામાં આવે છે. રાણીના તાબૂતને ગન કેરેજમાં વેસ્ટમિન્સ્ટર એબી લઈ જવામાં આવશે. ગન કેરેજ એટલે લાંબી ગન સાથે જોડેલી વિશાળ પૈડાંવાળી ગાડી.આ બંદૂકની ગાડીનો ઉપયોગ એડવર્ડ VII, જ્યોર્જ V, જ્યોર્જ VI અને સર વિન્સ્ટન ચર્ચિલના અંતિમ સંસ્કાર માટે કરવામાં આવ્યો હતો. તેને 142 રોયલ નેવી ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવશે. અહીં રાજ્યના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ પૂર્ણ થશે. આ પછી રાજવી પરિવારના સભ્યો અને નજીકના લોકોની હાજરીમાં એક ખાનગી સમારંભ યોજાશે. રાણીને રાત્રે 8:30 વાગ્યે (બ્રિટિશ સમય મુજબ, સાંજે 4 વાગ્યે) દફનાવવામાં આવશે.

18મી સદી પછી વેસ્ટમિંસ્ટર એબેમાં કોઈ સમ્રાટના અંતિમ સંસ્કાર થયા નથી. જો કે મહારાણીની માતાનાં અંતિમસંસ્કાર 2002માં અહીં જ થયાં હતા.
18મી સદી પછી વેસ્ટમિંસ્ટર એબેમાં કોઈ સમ્રાટના અંતિમ સંસ્કાર થયા નથી. જો કે મહારાણીની માતાનાં અંતિમસંસ્કાર 2002માં અહીં જ થયાં હતા.

સેન્ટ જ્યોર્જ મેમોરિયલ ચેપલમાં દફનાવવામાં આવશે
વેસ્ટમિંસ્ટર એબી પહોંચ્યા પછી, શાહી રિવાજ મુજબ, રાણીના મૃત્યુ પર શોક કરવામાં આવશે અને પ્રાર્થનાઓ વાંચવામાં આવશે. ત્યારબાદ રાણીના તાબૂતને વેલિંગ્ટન આર્કમાં લઈ જવામાં આવશે, જેની આગેવાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અને NHS સ્ટાફના સભ્યો કરશે. અહીંથી શબપેટીને વિન્સડર કેસલ લઈ જવામાં આવશે. રાત્રે 8:30 વાગ્યે એક સમારોહ પછી, રાણીને વિન્સડર કેસલ ખાતે સેન્ટ જ્યોર્જ મેમોરિયલ ચેપલમાં દફનાવવામાં આવશે.
....

અન્ય સમાચારો પણ છે...