ચિલીમાં એક ભયંકર દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.. ઝડપની મજા કઈ રીતે સજામાં પરિવર્તિત થાય છે તે આ દુર્ઘટના સાબિત કરે છે ..પુરપાટ ઝડપે આવી રહેલી એક ગાડી ટોલબુથ પર આવેલા ડિવાઈડર સાથે ટકરાઈ જાય છે.. આ ટક્કર એટલી ભયંકર હતી કે ટક્કર લાગતાની સાથે જ ગાડીના ફુરચે ફુરચા ઉડી ગયા .. ગાડીનું એન્જિન ગાડીથી અલગ થઈને રસ્તા પર પડે છે .. તો સાથે જ ટક્કર થતા ગાડીમાં આગ પણ ભભુકી ઉઠે છે.. ટોલબુથ પર કોઈ કંઈ સમજે કે વિચારે તે પહેલા જ ગાડીના ટુકડે ટુકડા વેરવિખેર થઈને ટોલબુથ પર વિખરાઈ જાય છે.. આ દુર્ઘટનામાં કારચાલક 21 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજે છે.. આ ઘટનાનો વીડિયો સામે આવતા જ લોકો પણ હેબતાઈ ગયા છે.. આપને જણાવી દઈએ કે આ દુર્ઘટના ચિલીના પુરંકે શહેરમાં બની ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.