ન્યૂયોર્કમાં રસ્તા પર 6 ફૂટ સુધી બરફ જામી ગયો:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ; 2ના મોત, લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ

ન્યૂયોર્ક15 દિવસ પહેલા
  • અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે

અમેરિકાના ન્યૂયોર્ક સહિત અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. તેની સૌથી વધુ અસર વેસ્ટર્ન ન્યૂયોર્કમાં જોવા મળી રહી છે. અહીં 2 લોકોના મોત થયા છે કેટલીક જગ્યાએ 6 ફૂટથી વધુ બરફ જામી ગયો છે. માનવામાં આવે છે કે આગામી 24 કલાકમાં ન્યૂયોર્કમાં અત્યાર સુધીની સૌથી વધુ હિમવર્ષા થઈ શકે છે.

હવામાન વિભાગે ભારે હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. અમેરિકામાં ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ડ્રાઇવિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

ઘણા વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલુ છે
પશ્ચિમ ન્યૂયોર્કના ઘણા વિસ્તારોમાં બચાવ ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. અત્યાર સુધીમાં અહીં 280 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 1,600 લોકો વીજળી વગર જીવી રહ્યા છે. હિમવર્ષાવાળા વિસ્તારોમાં રસ્તાઓ અને મહત્વના સ્થળો પરથી બરફ સાફ કરવાનું કામ સરકારી કર્મચારીઓ કરી રહ્યા છે.

જુઓ ન્યૂયોર્કમાં હિમવર્ષાને લગતી તસવીરો....

ન્યૂયોર્કમાં ગુરુવાર સાંજથી જ હીમવર્ષા શરૂ થઈ ગઈ છે. અહીંના રસ્તાઓ પર અત્યાર સુધીમાં 6 ફૂટ બરફ જામ થઈ ગયો છે.

આ તસવીર ન્યૂયોર્કના બફેલો વિસ્તારની છે. આ વિસ્તારમાં સૌથી વધુ હિમવર્ષા નોંધાઈ છે.

ન્યૂયોર્કમાં હીમવર્ષા બાદ લોકો પોતાના ઘરમાંથી બહાર જવા માટે જાતે જ રસ્તો બનાવી રહ્યા છે. જો કે રેસ્કયુ ટીમ પણ બરફને હટાવી રહી છે.

આ તસવીર ન્યૂયોર્કના બફેલો વિસ્તારની છે, જ્યાં એક વ્યક્તિ પોતાની કારથી બરફ હટાવીને ઘરે જવા માટે રસ્તો કરી રહ્યો છે.

ભારે હિમવર્ષા બાદ સરકારે ઘણી જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી છે. અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ડ્રાઇવિંગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

સરકાર દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે, જે વિવિધ સ્થળોએ રોડ પર પડેલા બરફને હટાવવાની કામગીરી કરી રહી છે.

ઘણી જગ્યાએ બરફ એટલો વધી ગયો હતો કે બે-ત્રણ શહેરોને જોડતા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. અહીં બુલડોઝર દ્વારા બરફ હટાવવામાં આવ્યો હતો.

આ ફોટો વેસ્ટર્ન ન્યૂયોર્કનો છે, જ્યાં એક વ્યક્તિ બરફમાં ફસાયેલી પોતાની કારને બહાર કાઢી રહ્યો છે. આ દરમિયાન ઘણા લોકો તેની મદદ પણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...