ચીન ફરી એક વખત ગલવાનમાં થયેલી અથડામણમાં ઉપયોગ કરવામાં આવેલ ધારદાર-તીક્ષ્ણ હથિયાર ખરીદી રહ્યું છે. ચીનની સોશિયલ મીડિયા એપ વીબો પર આવા જ એક હથિયારની તસવીર વાયરલ થઈ છે. તસવીરમાં એક સૈનિક અણીદાર કાંટાવાળું હશિયાર સાથે દેખાઈ રહ્યું છે.
આ હથિયારને 'કમ્બાઈન્ડ મેસ' કહેવામાં આવે છે. આ 'કોલ્ડ વેપન' કેટેગરીનું હશિયાર છે. આ કેટેગરીના હશિયારોનો ઉપયોગ ચીનના સૈનિકોએ 14-15 જુન 2020ની રાત્રે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ દરમિયાન કર્યો હતો. 'કમ્બાઈન્ડ મેસ' મેટલમાંથી બનાવવામાં આવેલું હશિયાર છે. તે લોખંડના જાડા સળિયા જેવું દેખાય છે. તે 1.8 મીટર લાંબુ હોય છે. તેનો એક છેડો ધારવાળા હથોડા જેવો દેખાય છે. તે 50 સે.મી.નો છે તેની સાથે અણીદાર કાંટા લગાવેલા હોય છે. બીજો છેડો પણ તીક્ષ્ણ હોય છે. તે ભાલા જેવો લાગે છે.
હેન્ડ-કોમ્બેટ વેપન્સની ખરીદી ખરીદી કરી રહ્યું છે ચીન
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ચીન ભલે ભારત-ચીન સરહદ પર શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય અથવા G20 દ્વારા ભારત સાથે રાજદ્વારી સંબંધો સુધારી રહ્યું હોય, પરંતુ હેન્ડ-કોમ્બેટ હથિયારોની ખરીદીને નકારી શકાય તેમ નથી.
નિષ્ણાતોનું માનવું છે કે ચીન આ હથિયારોનો ઉપયોગ ફરીથી ભારતીય સૈનિકો વિરુદ્ધ કરી શકે છે. તે ફરીથી ગલવાન જેવો હુમલો કરી શકે છે. ગલવાનમાં થયેલી અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા.
ચીને 2600 મેસ ખરીદ્યા- રિપોર્ટ
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને લગભગ 2600 'કમ્બાઈન્ડ મેસ' ખરીદ્યા છે. રિપોર્ટ મુજબ, ચીને જાન્યુઆરી 2023માં મેસ અને કમ્બાઈન્ડ મેસ ખરીદવાનો આદેશ આપ્યો હતો. આ હથિયારો ફેબ્રુઆરીમાં ખરીદવામાં આવ્યા હતા. તેની જાહેરાત ખુદ ચીનની સેનાએ કરી હતી.
જ્યારે, કેટલાક રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ તિયાનજિન શહેરમાં ગુનેગારોને પકડવા માટે આ પ્રકારના હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
ગલવાનમાં આપણા 20 જવાન શહીદ થયા હતા, ચીનમાં 38 મર્યા હતા
15 જૂન 2020ના રોજ લદ્દાખની ગલવાન ઘાટીમાં બંને સેનાઓ વચ્ચેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જ્યારે બીજી બાજુ ચીનના 38 સૈનિકો માર્યા ગયા હતા. જો કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ માત્ર 4 સૈનિકો માર્યા ગયા હોવાની વાત સ્વીકારી હતી. આ અથડામણ લગભગ 3 કલાક સુધી ચાલી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.