તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • A Series Of Bomb Blasts Targeting Schools In Afghanistan, Killing At Least 40 People, Including Several Students

ફરી આતંકવાદી હુમલો:અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓએ શાળાને ટાર્ગેટ કરી શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કર્યાં, અનેક વિદ્યાર્થીનીઓ સહિત 40 લોકોના મોત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિસ્ફોટમાં મૃત્યુ પામનાર પૈકી મોટાભાગની વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે - Divya Bhaskar
વિસ્ફોટમાં મૃત્યુ પામનાર પૈકી મોટાભાગની વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે

અફઘાનિસ્તાનના પશ્ચિમ કાબુલ વિસ્તારમાં શાળાને ટાર્ગેટ કરી કરવામાં આવેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે, તેમ અફઘાનિસ્તાનના અધિકારીઓએ માહિતી આપી હતી.આ ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ હુમલાની હજુ સુધી કોઈ જ સંગઠને જવાબદારી સ્વીકારી નથી. અલબત છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવે છે. શાળાથી ઘરે પરત ફરી રહેલી મોટાભાગની વિદ્યાર્થીનીઓ આ હુમલામાં ભોગ બની છે.શાળાનું ત્રણ પાળીમાં સંચાલન થતું હતું, ત્રીજી પાળી છોકરીઓ માટે હતી, તેમ શિક્ષણ મંત્રાલયના પ્રવક્તા નજીબા અરિયને જણાવ્યું હતું.

આ હુમલો કાબુલના શિયા બહુમતિ વિસ્તાર દાસ્ત-એ- બારચીમાં થયો છે,જે આતંકવાદીઓનું હલકી કક્ષાનું કૃત્ય છે,તેમ અફઘાનિસ્તાનમાં EU મિશને સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું છે. અફનિસ્તાનમાં શાળાએ જતી છોકરીઓને ટાર્ગેટ બનાવી આ હુમલો કરવામાં આવ્યો છે.

અમેરિકાએ ગયા મહિને જણાવ્યું હતું કે તેણે 11 સપ્ટેમ્બરથી તેના બાકીના 2,500થી 3,500 સૈનિકોને પાછા ખેંચશે, જ્યારથી અમેરિકાએ તેના સૈનિકો ઘટાડવાનું શરૂ કર્યું છે ત્યારથી અફઘાનિસ્તાનમાં તાલીબાન તરફથી હુમલાનું પ્રમાણ ઘણુ વધી ગયુ છે.