બે દિવસ પહેલાં રશિયા-યુક્રેન બોર્ડર નજીક રશિયાના સુખોઈ ફાઈટર જેટે અમેરિકાના એડવાન્સ રીપર ડ્રોન પર હુમલો કર્યો હતો. રશિયાના બે Su-27એ આ રીપરને ઘેરી લીધું અને તેના પર ફ્યુલ છોડ્યું. આ ફ્યુલ રીપરના પ્રોપેલર સુધી પહોંચ્યું અને ડ્રોન થોડા સમય પછી રીપર બ્લેક સીમાં ક્રેશ થઈ ગયું.
આ ઘટના બાદ અમેરિકા અને રશિયામાં ભારે તણાવ છે. બંને દેશો તેનો કાટમાળ શોધી રહ્યા છે. હવે અમેરિકન એરફોર્સે આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે.
ડ્રોનમાં લાગેલા કેમેરાએ વીડિયો પેન્ટાગોનને મોકલ્યો
વીડિયોમાં માત્ર એક Su-27 દેખાઈ રહ્યું છે. આ વીડિયો રીપર પર જ લગાવેલા હાઇ-ટેક સર્વેલન્સ કેમેરા દ્વારા શૂટ કરવામાં આવ્યો અને તેને રીઅલ ટાઈમ મોનિટરિંગ હેઠળ પેન્ટાગોનની લેબ ઓફ ઇન્ફોર્મેટિક્સમાં મોકલવામાં આવ્યો.
મામલો શું હતો
અમેરિકાએ કહ્યું- અમે તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી તે ખોટા હાથમાં ન જાય
અમેરિકાએ કહ્યું- અનઆર્મ્ડ રીપર ડ્રોન નિયમિત પેટ્રોલિંગ પર હતું. યુક્રેનના ક્રિમિયાથી લગભગ 128 કિમી દક્ષિણ-પશ્ચિમમાં બે રશિયન Su-27 ફાઇટર જેટ લગભગ 40 મિનિટ સુધી યુએસ રીપર ડ્રોનની આસપાસ ઉડાન ભરી રહ્યા હતા.
થોડા સમય બાદ આ ફાઈટર જેટ્સ રીપર ઉપરથી ઉડવા લાગ્યા અને ડ્રોનને નીચે આવવા માટે મજબૂર કરી દીધું. યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમ વખત અમેરિકા અને રશિયા વચ્ચે સીધો મુકાબલો થયો છે. તોડી પાડવામાં આવેલ ડ્રોન રીકવર કરવામાં આવ્યું નથી. અમે તેને શોધી રહ્યા છીએ જેથી તે ખોટા હાથમાં ન જાય.
રશિયન રાજદૂતે કહ્યું- અમેરિકા સાથે ટકરાવ નથી ઈચ્છતા
રશિયાએ અમેરિકાના આરોપોને નકારી કાઢ્યા છે. રશિયાનું કહેવું છે કે અમેરિકી ડ્રોને સ્ટંટ કરતી વખતે વળાંક લીધો, જેના કારણે તે ક્રેશ થયું. તે રશિયન એરક્રાફ્ટના સંપર્કમાં પણ આવ્યું ન હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું કે MQ-9 રીપર ડ્રોન ઉડાન દરમિયાન તેના ટ્રાન્સપોન્ડરને બંધ કરી રહ્યું હતું જેથી કોઈ તેને ટ્રેક કરી ન શકે.
બીજી તરફ અમેરિકાએ રશિયાના રાજદૂત અનાતોલી એન્ટોનોવને જણાવ્યું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચીને રશિયન રાજદૂતે કહ્યું કે અમેરિકી વિમાનો રશિયન સરહદની નજીક હોવાને તેની સાથે કોઈ લેવાદેવા નથી. જો કે તેમણે એમ પણ કહ્યું કે રશિયા અમેરિકા સાથે ટકરાવ ઇચ્છતું નથી.
ડ્રોન શું છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.