તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી:રિપબ્લિકન સાંસદનો ઑડિયો લીક, કહ્યું- ટ્રમ્પ સરમુખત્યારો સામે ઝૂકી ગયા

ન્યૂયોર્ક13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાંસદ બેન સાસની ફાઇલ તસવીર
  • પોતાના જ પક્ષમાં ઘેરાઈ ગયા છે પ્રમુખ ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો તેમની જ પાર્ટીમાં વિરોધ શરૂ થઈ ગયો છે. રિપબ્લિકન પાર્ટીના નેબ્રાસ્કાના સાંસદ બેન સાસનો એક ઑડિયો લીક થઈ ગયો છે, જેમાં તેઓ સંસદીય ચૂંટણી અંગે લોકોને કહી રહ્યા છે કે, ટ્રમ્પ દુનિયાભરના સરમુખત્યારો સામે ઝૂકી ગયા છે. કરદાતાઓના પૈસા તેઓ એવી રીતે ખર્ચે છે, જાણે નશામાં ધૂત જહાજનો કેપ્ટન બીજા દેશોમાં ખર્ચ કરે છે. ટ્રમ્પ તક મળતા જ મહિલાઓ સાથે ગેરવર્તન કરે છે. તેઓ જે રૂઢિવાદી ધાર્મિક પરંપરાઓનું ખુલ્લેઆમ સમર્થન કરે છે અને પીઠ પાછળ બુરાઈ કરે છે. તેઓ ફેમિલી બિઝનેસ વધારવા હોદ્દાનો દુરુપયોગ કરે છે. આગામી ચૂંટણીમાં ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી માટે એવી સ્થિતિ સર્જી શકે છે કે, અમેરિકન સેનેટમાં બહુમતી ડેમોક્રેટિક પાર્ટી પાસે જતી રહે.’ આ ઑડિયોમાં કેટલાક અપમાનજક શબ્દો પણ છે, જેને છાપી ના શકાય. નિષ્ણાતોનું માનવું છે કે, સાસે જાણી જોઈને ઑડિયો લીક કરાવ્યો છે, જેથી સાસના સંસદીય ક્ષેત્રના ટ્રમ્પ વિરુદ્ધના મતદારો તેમને જીતાડીને સેનેટ મોકલે.

ટ્રમ્પની તુલનામાં બાઈડેનને વધુ દર્શકો મળ્યા: ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેનને ટાઉન હૉલ કાર્યક્રમમાં ટ્રમ્પથી વધુ દર્શક મળ્યા. ટ્રમ્પને 1.35 કરોડ અને બાઈડેનને 1.41 દર્શકોએ સાંભળ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો