જર્મનીમાં કોરોનાની ચોથી લહેર:જર્મનીમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 60 હજાર નવા કેસ નોંધાયા: ચાન્સેલર મર્કેલે કહ્યું- દેશ કોરોનાની ભયાનક ચોથી લહેરની ઝપેટમાં

બર્લિન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જર્મનીમાં છેલ્લા 24 કલાકમાં 248 લોકોના મોત થયા

જર્મનીમાં કોરોનાથી ખરાબ સ્થિતિ બાબતે ચાન્સેલર એંજેલા મર્કેલે એક નિવેદન આપતા જણાવ્યુ છે કે જર્મની કોરોનાની ભયાનક ચોથી લહેરની ઝપેટમાં આવી ગયું છે. તેમણે જણાવ્યુ હતું કે આપણે કોરોનાના બુસ્ટર ડોઝને ઝડપથી પહોંચાડવાની જરૂર છે. તેમણે વેક્સિન બાબતે મૂંઝવણમાં રહેતા લોકોને આપીલ કરી છે કે તેઓ જલ્દીમાં જલ્દી ડોઝ લઈ લે. તેમણે કહ્યું હતું કે હજી પણ મોડુ થયું નથી, આ મહામારીથી બચવા માટે આ જ અસરકારક ઉપાય છે.

જર્મનીમાં પ્રથમ વખત 60 હજારને પાર થયા નવા કેસ
જર્મનીમાં બુધવારે કોરોનના રેકોર્ડ 60,753 નવા કેસ નોંધાયા છે. મહામારીની શરૂઆત બાદ આ પ્રથમ વખત જર્મનીએ 60 હજારના આંકને પાર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં 248 લોકોના મોત થયા છે. જ્યારે જર્મનીના ટોપ વાયરોલોજિસ્ટ ક્રિશ્ચિયન ડ્રોસ્ટને આગામી દિવસોમાં કોરોનાથી એક લાખ લોકોના મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરી હતી. જો કે અહીં કોરોનાના 5.16 લાખ એક્ટિવ કેસ છે.

બર્લિનમાં એક વેક્સિનેશન બસની બહાર લોકો કતારમાં ઉભા રહીને વેક્સિન લેવા માટેની રાહ જોઈ રહ્યા છે.
બર્લિનમાં એક વેક્સિનેશન બસની બહાર લોકો કતારમાં ઉભા રહીને વેક્સિન લેવા માટેની રાહ જોઈ રહ્યા છે.

યુરોપમાં ઝડપી વધી રહ્યા છે કેસ
દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 25.57 કરોડ લોકો સંક્રમિત થઈ ગયા છે. જ્યારે આ મહામારીથી અત્યાર સુધીમાં કુલ 51.38 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જર્મની અને બ્રિટનની સાથે નેધરલેન્ડ, પોલેન્ડ અને રશિયા જેવા દેશોમાં કોરોના ફરી એક વખત ફેલાઈ રહ્યો છે. આ એ દેશો છે જેઓ પોતાની જનસંખ્યાના બે તૃતયાંશ લોકોને સંપૂર્ણપણે વેક્સિનેટ કરી ચૂક્યા છે. બ્રિટનમાં બુધવારે 38 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા અને 201 લોકોના મૃત્યુ થયા હતા. બેલ્જિયમના આરોગ્ય મંત્રી ફ્રેન્ક વાંડરબુકે પણ માન્યું છે કે તેમનો દેશ કોરોનાની ચોથી લહેરનો સામનો કરી રહ્યો છે.

WHOની ભલામણ- જરૂરિયાતવાળા લોકોને વેક્સિન નહીં અપાય તો મુશ્કેલીઓ
WHOએ કહ્યું છે કે કોરોનાના બુસ્ટર ડોઝ સ્વસ્થ લોકો અને બાળકોને આપવાની જરૂર નથી. તેમનું કહેવું છે કે દુનિયાના ઘણા દેશોમાં આજે પણ ઘણા હેલ્થવર્કર્સ, સીનિયર સિટીજનો અને હાઇ રિસ્ક કેટેગરીવાળા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ પણ આપવામાં આવ્યો નથી. એવામાં જેમને જરૂર નથી તેમને બુસ્ટર ડોઝ આપવામાં આવશે તો સ્થિતિ મુશ્કેલભરી બનશે.

જર્મનીના આરોગ્ય મંત્રાલયે પણ ચેતવણી આપી છે કે વધતાં કોરોના સંક્રમણને અટકાવવા માટેના તાકીદે પગલાં નહીં લેવામાં આવે તો ડિસેમ્બરનો મહીનો ખુબ જ ભયાનક બની શકે છે. જારમાંનીના રોબર્ટ કોચ ઇન્સ્ટીટ્યુટે પણ લોકોને ભીડથી બચવા માટેની સલાહ આપી છે.

કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ટોપ 10 દેશ

દેશ

નવા કેસ

મૃત્યુ

અમેરિકા

+104,702

+1,416

જર્મની

+60,753

+248

યુકે

+38,263

+201

રશિયા

+36,626

+1247

પોલેન્ડ

+24,239

463

તુર્કી

+23,867

+229

Czechia

+22,511

+54

નેધરલેન્ડ

+20,760

+44

ફ્રાન્સ

+20,294

+50

યુક્રેન

+18,668

+769

અન્ય સમાચારો પણ છે...