• Gujarati News
  • International
  • A Record 51 Lakh Tourists Arrived In Four Months; Reason Excellent Covid Management, The Third Safest City For Women Tourists

દુબઈમાં પ્રવાસીઓનો ધસારો:ચાર મહિનામાં રેકોર્ડ 51 લાખ પર્યટક આવ્યા; કારણ- ઉત્તમ કોવિડ મેનેજમેન્ટ, મહિલા પ્રવાસીઓ માટે ત્રીજું સૌથી સુરક્ષિત શહેર

દુબઈ14 દિવસ પહેલાલેખક: શાનીર એન સિદ્દીકી
  • કૉપી લિંક
  • પર્યટકોની સંખ્યામાં 203 ટકાની વૃદ્ધિ, હોટલ ઓક્યૂપન્સી પણ 82 ટકા રહી

કોવિડ-19 મહામારી બાદ દુબઈમાં ટૂરિઝમ સેક્ટરનો ગ્રાફ ઝડપથી ઊંચાઈ તરફ છે. આ વર્ષના પહેલા ચાર મહિનામાં પર્યટકોના આગમનમાં ભારે વૃદ્ધિ નોંધાઈ છે. દુબઈ સરકાર મુજબ, જાન્યુઆરી-એપ્રિલ 2022 દરમિયાન દુબઈમાં પર્યટકોની સંખ્યા 51 લાખ સુધી પહોંચી ગઈ. પર્યટકોની સંખ્યામાં 203 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. પર્યટકોના વધતા પ્રવાહને અમીરાતમાં હોટલના બુકિંગમાં સુધાર કરવામાં મદદ કરી, જે આ અવધિ દરમિયાન 76 ટકા સુધી પહોંચી ગઈ.

દુબઈમાં જાન્યુઆરી અને માર્ચ 2022ની વચ્ચે નાઇટ ટૂરિસ્ટના રૂપમાં લગભગ 40 લાખ આંતરરાષ્ટ્રીય પર્યટક આવ્યા, જે ગત વર્ષની તુલનામાં 214 ટકાની વૃદ્ધિ છે. દુબઈએ 2022ના પહેલા ત્રિમાસિકમાં 82 ટકાની સાથે હોટલ અોક્યૂપન્સીમાં વિશ્વ સ્તરે અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું. યૂકે સ્થિત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપની ઇશ્યોરમાઇટ્રિપના એક અધ્યયન મુજબ મહામારીથી સફળતાપૂર્વક સામનો કરવા અને દુનિયાના સૌથી સુરક્ષિત શહેરો પૈકી એકના રૂપમાં પોતાની સ્થિતિને કારણે યૂએઇ અને દુબઈ પર વિદેશી પર્યટકોનો ભરોસો વધ્યો છે. હાલમાં જ દુબઈને એકલી પ્રવાસ કરતી મહિલાઓ માટે ત્રીજા સૌથી સુરક્ષિત શહેરનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અહીં મહિલાઓની વિરુદ્ધ અપરાધ દર ઘણો ઓછો છે.

એસટીઆર ગ્લોબલના પ્રારંભિક આંકડાઓથી જાણવા મળે છે કે દુબઈની હોટલોએ ઓક્યૂપન્સી અને સરેરાશ દૈનિક દર (એડીઆર) નોંધાંવ્યા, જે પ્રારંભિક આંકડાઓ અનુસાર 2019 ઈદ અલ ફિત્રની તુલનામાં વધુ હતી. આવી જ રીતે, ઈદ દરમિયાન દુબઈની ઓક્યૂપન્સી 75.4 ટકા રહી, જે મહામારી પહેલાની તુલનામાં 19.7 ટકા વધુ નોંધાઈ.

ભારતથી અનેક લોકો પરિવાર સાથે અહીં રજાઓની મજા માણવા આવે છે
મુસાફિર ડૉટ કૉમના સીઓઓ રહેશ બાબૂએ જણાવ્યું કે આ વખતે ભારતમાં સ્કૂલની રજાઓનો સમય છે, દુબઈમાં ભારતથી લોકો પરિવાર સાથે રજાઓ માણવા આવ્યા છે. ગરમી એક વ્યસ્ત સમય છે અને ભારતથી યૂએઈ આવનારી ફ્લાઇટ ટિકિટ 35% સુધી વધુ છે. આવું એટલા માટે કે સંયુક્ત આરબ અમિરાતમાં અનેક ઇવેન્ટ્સનું આયોજન પણ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...