ઓસ્ટ્રેલિયામાં ભારતીયો સાથે થયો ભેદભાવ:પોસ્ટ ઓફિસની બહાર જાતિવાદી સાઈનબોર્ડ પર લખ્યું- ભારતીયો ફોટા લઈ શકતા નથી

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના એડિલેટમાં પોસ્ટ ઓફિસની બહાર જાતિવાદી સાઇનબોર્ડ મૂકવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે ભારતીયો ફોટો નથી લઈ શકતા. ત્યાં રહેતા ભારતીયોયે તેની સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતીય સમુદાયના અસંખ્ય લોકોને રેસિસ્ટ સાથે જોડવામાં આવ્યો છે. જોકે વિવાદ વધતો જોઈને ઓસ્ટ્રેલિયા પોસ્ટે માફી માગી અને કહ્યું કે તેઓ તેને વહેલીતકે હટાવી દેશે.

બોર્ડ પર શું લખ્યું હતું
એડિલેટના રંડલ મોલ વિસ્તારમાં એક પોસ્ટ ઓફિસની બહાર એક સાઇનબોર્ડ પર અંગ્રેજીનાં મોટા અને બોલ્ડ અક્ષરોમાં લખ્યું- Due to our lighting and quality of Photo background, we unfortunately can not take Indian photos...જેના પછી સમગ્ર વિવાદ ઊભો થયો. ભારતીય સમુદાયના નેતા રાજેન્દ્ર પાંડેએ કહ્યું કે મને લાગ્યું કે તેઓ ખરેખર મારા રંગ વિશે વાત કરી રહ્યા છે. રાજેન્દ્રએ કહ્યું કે ઘણા લોકોને તેને પર્સનલી લીધો છે.

ઓસ્ટ્રેલિયા પોસ્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે અહીંયા ભારતીય ફોટોની મંજૂરી માટે નિયમો અલગ છે.
ઓસ્ટ્રેલિયા પોસ્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે અહીંયા ભારતીય ફોટોની મંજૂરી માટે નિયમો અલગ છે.

ટેલિકોમ મિનિસ્ટરીએ કહ્યું- આ વાત અસ્વીકાર્ય છે
ઓસ્ટ્રેલિયાના ટેલિકોમ મિનિસ્ટર અને NSW લેબર પાર્ટીના અધ્યક્ષ મિશેલ રોલેન્ડે આ બાબતે કહ્યું કે- એડિલેટ પોસ્ટ ઓફિસની બહાર સાઇનબોર્ડ પર લખવામાં આવેલી વાત અસ્વીકાર્ય છે. મેં ઓસ્ટ્રેલિયાના પોસ્ટને પત્ર લખ્યો છે.

ટેલિકોમ મિનિસ્ટર મિશેલ રોલેન્ડે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પત્ર જાહેર કર્યો છે.
ટેલિકોમ મિનિસ્ટર મિશેલ રોલેન્ડે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પત્ર જાહેર કર્યો છે.

બીજી તરફ, ઓસ્ટ્રેલિયા પોસ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સાઇનબોર્ડ મોટી સંખ્યામાં ઈન્ડિયન પાસપોર્ટ અને વિઝા એપ્લિકેશનની સાથે જોડાયેલા ફોટોગ્રાફ્સને નકારી કાઢવાના પરિણામે છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ફોટા સ્વીકારવાના નિયમો અલગ છે અને તેના માટે ઓસ્ટ્રેલિયા પોસ્ટના ક્રાઇટેરિયાને પૂર્ણ કરવામાં સક્ષમ નથી.

અન્ય સમાચારો પણ છે...