અમેરિકામાં અત્યારે પ્લમ્બર, કાર્પેન્ટર, ઇલેક્ટ્રિશિયન જેવાં કામ માટે યુવાઓ મળી રહ્યા નથી. તદુપરાંત પરંપરાગત રીતે જે લોકો વર્ષોથી આ કામ કરે છે, તેમનાં સંતાનો પણ ગ્રેજ્યુએશન બાદ વ્હાઇટ કોલર જોબ કરવા ઇચ્છે છે. પરિણામે આ પ્રકારનાં પદો ખાલી છે. આ સ્થિતિ ત્યારે છે, જ્યારે 2021માં આ પદો માટે અંદાજે 40 થી 60 લાખ રૂપિયાના વાર્ષિક પગારની ઓફર આપવામાં આવી હતી.
ઑનલાઇન રિક્રૂટિંગ પ્લેટફોર્મ હેન્ડશેકના આંકડાઓ અનુસાર 2020ની તુલનામાં 2022માં ટેક્નિકલ નોકરીઓ જેવી કે પ્લમ્બિંગ, બિલ્ડિંગ અને ઇલેક્ટ્રિક વર્કની માંગ કરનારા યુવાઓ માટે અરજીના દરમાં 49%નો ઘટાડો થયો છે. ઓટોમોટિવ ટેક્નિશિયન, ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલર અને ડૉક્ટર જેવાં પદો માટે 2020માં સરેરાશ 10 અરજી આવી હતી, જે ઘટીને 2022માં માત્ર પાંચ હતી. કંપનીના મુખ્ય શૈક્ષણિક અધિકારી ક્રિસ્ટીન ક્રુઝવર્ગારા અનુસાર દરેક કામ માટે માત્ર 19 અરજીઓ જ આવી છે. જ્યારે દિવસે દિવસે નવાં ટેક્નિકલ પદની સંખ્યા વધી રહી છે, પરંતુ અરજી કરવામાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો નથી.
ઓટો ટેક્નિશિયન જેવા વ્યવસાયોમાં US ચેમ્બર ઓફ કોમર્સે 2023માં કુશળ શ્રમિકોની ભારે અછત સર્જાશે તેવી ચેતવણી આપી છે. લાંબા સમયથી અમે અમારાં બાળકોને નવી આવડત શીખવાડવાને બદલે કોલેજ જવા માટે પ્રોત્સાહિત કર્યા છે. કોલેજમાંથી સ્નાતક થયા બાદ વ્હાઇટ કોલર જોબ કરવાનું પસંદ કરે છે.
સરકાર ટ્રાન્ઝિટ સિસ્ટમ અપગ્રેડ કરી રહી છે
USમાં ખાલી પદો ભરવાની તાત્કાલિક આવશ્યકતા છે કારણ કે અમેરિકન સરકાર દેશમાં ટ્રાન્ઝિટ સિસ્ટમને અપગ્રેડ કરવા માટેના પ્રોજેક્ટ પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરી રહી છે તેમ છતાં લોકો મળી રહ્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.