તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલિપાઈન્સમાં વિમાન દુર્ઘટના:85 સૈનિકોને લઈ જતુ મિલેટ્રીનું પ્લેન લેન્ડિગ દરમિયાન ક્રેશ; 45ના સૈનિકના મૃત્યુ, 5 લાપતા

એક મહિનો પહેલા
પ્લેનમાં મુસાફરી કરી રહેલા લોકોએ તાજેતરમાંજ બેઝિક મિલેટ્રી ટ્રેનિંગ લીધી હતી. (ફાઈલ ફોટો)
  • દુર્ઘટના બની તે સમયે પ્લેન સુલુ રાજ્યના જોલો આઈલેન્ડ પર લેન્ડ થતું હતું
  • આતંકીઓ સામે કાર્યવાહી કરવા જઇ રહેલા સૈનિકો વિમાન ક્રેશ થતાં પહેલાં કૂદ્યા, 96માંથી 50નો જ જીવ બચ્યો
  • વિમાન જમીનને સ્પર્શતા જ તેમાં વિસ્ફોટ થયો અને આગ લાગી ગઈ, ફક્ત પાછળનો ભાગ બચ્યો

ફિલિપાઇન્સની એરફોર્સનું માલવાહક સી-130 હરક્યૂલિસ વિમાન રવિવારે સવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. તેમાં 88 સૈનિકો, ત્રણ પાઈલટ અને ચાલક દળના 5 સભ્યો સવાર હતા. દુર્ઘટના પહેલા જ અનેક સૈનિકો વિમાનમાંથી કૂદી જતા જોવા મળ્યા હતા. તેના બાદ વિમાનમાં આગ લાગી ગઇ હતી. બચાવ દળે સળગતા વિમાનમાંથી 49 લોકોને સુરક્ષિત કાઢ્યા હતા. જોકે 45 સૈનિકો મૃત્યુ પામી ગયા હતા. સોબેેજાનાએ જણાવ્યું કે રાહત અને બચાવ દળના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે કે દુર્ઘટનામાં ઓછામાં ઓછા લોકોને નુકસાન પહોંચે. પ્લેનમાં જઈ રહેલા લોકોએ તાજેતરમાં જ બેઝિક મિલિટ્રી ટ્રેનિંગ લીધી હતી.

દુર્ઘટના પછી પ્લેનમાંથી નીકળતા ધુમાડાના ગોટા દૂર સુધી જોવા મળ્યા. ફોટો- Pondhon TV
દુર્ઘટના પછી પ્લેનમાંથી નીકળતા ધુમાડાના ગોટા દૂર સુધી જોવા મળ્યા. ફોટો- Pondhon TV
પ્લેન કાગાયન ડી ઓરો સિટીથી સુલુ રાજ્યના જોલો આઈલેન્ડ માટે ઉડાન ભરી હતી.
પ્લેન કાગાયન ડી ઓરો સિટીથી સુલુ રાજ્યના જોલો આઈલેન્ડ માટે ઉડાન ભરી હતી.

આઈલેન્ડ્સમાં એક્ટિવ છે અબુ સૈય્યફ આતંકી સંગઠન
આ લોકોને આતંકીઓ પર નજર રાખવા માટે જાણીતા આઈલેન્ડ્સ પર તહેનાત કરવાના હતા. ફિલિપાઈન્સના આ આઈલેન્ડ્સ પર મુસ્લિમ વસ્તી વધુ છે. અહીં ખંડણી માટે કોઈનું પણ અપહરણ કરવામાં આવે છે, આ કારણે અહીં મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવે છે. આ વિસ્તાર દક્ષિણ ફિલિપાઈન્સમાં આવે છે. અહીં અબુ સૈય્યફ નામનુ આતંકી સગઠન એક્ટિવ છે.