રશિયામાં પ્લેન ક્રેશમાં 16નાં મોત:21 પેરાશૂટ ડાઈવર્સ સહિત 23 લોકોને લઈ જતું પ્લેન તાતરસ્તાનમાં ક્રેશ, દુર્ઘટનામાં બંને પાયલટના પણ મોત, 7નો બચાવ

19 દિવસ પહેલા
  • સાત ઘાયલોમાંથી એકની સ્થિતિ ગંભીર
  • સપ્ટેમ્બરમાં રશિયામાં વિમાન દુર્ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયા હતા

રશિયાના તાતારસ્તાનમાં રવિવારે વિમાન દુર્ઘટનામાં 16 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઈમરજન્સી સર્વિસે સ્પુતનિકને જણાવ્યું કે 7 ઘાયલ હોસ્પિટલમાં દાખલ છે. જોકે બાકીના 16 લોકોના જીવતા હોવાના સંકેત નથી. ઈમરજન્સી મિનિસ્ટ્રીએ જણાવ્યું કે વિમાનમાં પેરાશૂટ જંપર સવાર હતા. લોકલ હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે સાત ઘાયલ લોકોમાંથી એકની સ્થિતિ ગંભીર છે.

આ વિમાન લેટ L-410 ટર્બોલેટ હતુ, જે બે એન્જિનવાળું શોર્ટ-રેન્જ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રશિયામાં વિમાનની સુરક્ષાના માપદંડોમાં સુધારો કરવામાં આવ્યો છે, તેમ છતાં હજી કેટલાક દૂરના વિસ્તારોમાં જુના વિમાનોમાં દુર્ઘટનાનું પ્રમાણ ઘટ્યું નથી.

સપ્ટેમ્બરમાં રશિયામાં વિમાન દુર્ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયા
આ પહેલા એન્ટોનોવ An-26 ટ્રાન્સપોર્ટ પ્લેન ગત મહિને રશિયાના પૂર્વમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં 6 લોકોના મૃત્યુ થયા હતા. જુલાઈમાં કામચટકામાં એક એન્ટોનોવ An-26 ટ્વિન એન્જિન ટર્બોપ્રોપમાં સવાર તમામ 28 લોકોના મૃત્યુ થયા હતા.

છેલ્લા થોડા વર્ષોમાં મોટી દુર્ઘટનાનો શિકાર થયા રશિયાના વિમાન

  • 2020માં દક્ષિણ સૂડાનમાં જૂબા એરપોર્ટ પરથી ઉડાન ભારતી વખતે સાઉથ-વેસ્ટ એવિએશન An-26 ટબ્રોપ્રોપ વિમાન ક્રેશ થઈ ગયું હતું.
  • 2020 સપ્ટેમ્બરમાં યુક્રેનના પૂર્વ સ્થિત યુગયેવ પ્રાંતમાં લેન્ડ થવા જઈ રહેલુ An-26 વિમાન જમીન પર પડ્યું હતું. વિમાનમાં બેઠેલા 28માંથી 22 લોકોના મૃત્યુ થયા હતા.
  • 2019માં ફલેગ કેરિયર એરલાઈન્સ Aerofotનું વિમાન સુખોઈ સુપરપજેટ મોસ્કો એરપોર્ટના રનવે પર ક્રેશ લેન્ડ થયું અને તેમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં 41 લોકોના મૃત્યુ થયા હતા.
  • ફેબ્રુઆરી, 2018માં સારટોવ એરલાઈન્સનું An-148 એરક્રાફટ ઉડાન ભરવાના થોડા સમય પછી જ મોસ્કોની પાસે ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 71 લોકોના મૃત્યુ થયા હતા.
અન્ય સમાચારો પણ છે...