પાકિસ્તાન:કરાચીમાં પાળતું સિંહબાળે બાળક પર હુમલો કર્યો, શૉકિંગ ઘટના CCTV કૅમેરામાં કેદ

એક વર્ષ પહેલા

પાકિસ્તાનના કરાચીના એક શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં ગુલબર્ગ શહેરમાં એક યુવક પાળતું સિંહબાળને લઈને બહાર લટાર મારવા નીકળ્યો હતો. આ દરમિયાન એક બાળક નજીક આવતાં સિંહબાળે તેના પર હુમલો કરી દીધો હતો. આ પછી તરત જ ત્યાં હાજર લોકોએ બાળકને બચાવ્યો હતો. જોકે, આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઘટના અંગે પોલીસે સિંહબાળના માલિકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, માલિક પાસે પ્રાણી રાખવાની પરમિત નહોતી.

અન્ય સમાચારો પણ છે...