તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • A New Turn In The Life Of These Mothers From The Challenges Of The Epidemic; Made Dreams Come True By Changing Home, City job

ભાસ્કર વિશેષ:મહામારીના પડકારોથી આ મધર્સના જીવનમાં નવો વળાંક; ઘર, શહેર-નોકરી બદલીને સપનાં સાકાર કર્યાં

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વજન ગુમાવવા છતાં પણ આ મહિલાઓ હતાશ નથી થઈ

અમેરિકાના ઓરેગોન સિટીની સારા શેફર્ડે મહામારી ફેલાયા બાદ પરિવાર સાથે 19 ફૂટ લાંબી વેનમાં રહેવાનો નિર્ણય લીધો હતો. તેમણે ગત ઓગસ્ટમાં ફુલ ટાઇમ જોબ છોડીને ફ્રીલાન્સિંગ શરૂ કરી દીધું. શેફર્ડ એકલી નથી. મહામારી દરમિયાન ઘણી મહિલાઓ માનસિક અને આર્થિક સમસ્યાઓથી ઝઝૂમતી મહિલાઓ, ખાસ કરીને માતાઓએ જીવનને નવો અર્થ આપવા પ્રયાસ કર્યો. તેમણે તકલીફદાયક સંબંધોમાંથી બહાર નીકળવું, ન ગમતી જોબ છોડવી અને દેશ-દુનિયાની સફરે નીકળવા જેવા મુશ્કેલ નિર્ણય લીધા. કેટલાક કિસ્સા વાંચો...

જરૂરી નથી કે બધું સારું જ થાય: કેન્સરને માત આપી ચૂકેલી 56 વર્ષની લિઝા રિપર જણાવે છે કે ગત ફેબ્રુ.માં તેણે 5 મહિના જૂની નોકરી છોડી દીધી, જેથી પતિ અને પુત્રી પાછળ ધ્યાન આપી શકે. નોટિસ આપ્યાના બે અઠવાડિયા બાદ પિતાનું મોત થયું. ડિસેમ્બરમાં આખો પરિવાર કોરોનાગ્રસ્ત થયો. પછી પૅટ ડોગનું મોત થયું. 200થી વધુ રિઝ્યૂમ મોકલ્યા, 50 ઇન્ટરવ્યૂ આપ્યા ત્યારે તેમને કોલેજમાં નોકરી મળી. મા-દીકરી જણાવે છે કે આનાથી શીખ મળી કે જરૂરી નથી કે બધું સારું જ થાય. હવે ટેડી નામનો નવો ડોગ પરિવારનો ઉત્સાહ વધારી રહ્યો છે. પડકારો સામે હાર ન માની: મહામારીના થોડાં દિવસ પૂર્વે જ ઇદાહોની કેથરિન સ્વાન્સનના ડિવોર્સ થયા. તેને 8, 6 અને 3 વર્ષના દીકરા છે. તેમનું ધ્યાન રાખવા તેણે ફુલ ટાઇમ જોબ છોડીને કન્સલ્ટન્ટનું કામ શરૂ કર્યું. મહામારી પૂર્વે તેણે પતિ સાથે પોર્ટુગલમાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું પણ તે પહેલાં જ જિંદગીએ વળાંક લીધો. હવે કેથરિન બાળકો સાથે પોર્ટુગલ જવા વિચારી રહી છે. તે કહે છે કે આ બધું પડકારજનક રહ્યું પણ મેં હાર ન માની.

અંત ભલા તો સબ ભલા: 33 વર્ષની સારા શેફર્ડ જણાવે છે કે 7 વર્ષની દીકરી, નવજાત દીકરા અને બે પેટ્સને લઇને તે વેનમાં ટ્રાવેલિંગ પર નીકળી પડી. જગ્યા ઓછી હતી પણ બધાની સાથે સમય ખુશીથી વીતતો રહ્યો. ઝૂમ કૉલમાં સમસ્યા, બાળકને સૂવડાવવાની તકલીફને કારણે સારાનું આ અભિયાન 3 મહિના જ ચાલ્યું. વોશિંગ્ટનના લોન્ગ બીચ પર તેની વેન ખરાબ થઇ. તેણે ત્યાં જ સ્થાયી થવાનું નક્કી કર્યું.

તકલીફો ખતમ થઇને જ રહેશે: 39 વર્ષીય મર્ટિકા ગ્રીન પતિ અને 2 તથા 4 વર્ષની બે દીકરી સાથે ઓકલેન્ડમાં રહે છે. મહામારી પૂર્વે તેણે બાળકો માટેની બુક્સ લખવાનું શરૂ કરી દીધું હતું. તે એટલાન્ટામાં સ્થાયી થવા ઇચ્છતી હતી પણ કોરોનાને કારણે તેવું ન થઇ શક્યું. આ દરમિયાન તેના સાસુનું અવસાન થતાં બધા પ્લાનિંગ અધૂરા રહી ગયા. આમ છતાં તે હકારાત્મક રહીને પ્રયાસો કરે છે. તે કહે છે કે કોરોનાકાળમાં એક માતા તરીકેનું જીવન મુશ્કેલ છે પણ મને વિશ્વાસ છે કે આ સમય પણ વીતી જશે અને આપણે મુસીબતોમાંથી બહાર આવીશું.

અન્ય સમાચારો પણ છે...