લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ 50% સુધી ઘટાડીને હૃદયની બીમારીઓ ઘટાડવામાં સ્ટેટિન્સ ખૂબ જ કારગર નિવડી છે. પરંતુ 7થી 29% લોકો સ્નાયુઓમાં નબળાઇ અને દુખાવા જેવાં દુષ્પ્રભાવને કારણે તેને જારી રાખી શકતા નથી. હવે સ્ટેટિન્સનો એક વિકલ્પ છે જેનો ઓછો દુષ્પ્રભાવ છે. દુનિયામાં દર વર્ષે 44 લાખ અથવા 7.8% મોત લોહીમાં કોલેસ્ટ્રોલની વધુ માત્રાને કારણે થાય છે.
ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર નવી દવા બેમ્પેડોઇક એસિડ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદયની બીમારીના જોખમને ઘટાડે છે. અમેરિકી ફાર્મા કંપની એસ્પેરિયાન થેરેપ્યુટિક્સ દ્વારા તૈયાર આ દવાનું ‘નેક્સલેટોલ’ નામથી વેચાણ થઇ રહ્યું છે. દવાને લઇને ત્રણ વર્ષના પરીક્ષણમાં કોલેસ્ટ્રોલના ઉચ્ચ સ્તરવાળા અને હૃદયરોગના ખતરાનો સામનો કરી રહેલા 14,000 લોકોને સામેલ કરાયા હતા.
ક્લીવલેન્ડ ક્લિનિકના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સ્ટીવેન નિસેને જણાવ્યું કે બેમ્પેડોઇક એસિડ લેનારામાં સાધારણ દવાની તુલનાએ એલડીએલ 21% ઘટ્યું હતું. તેઓમાં હૃદયરોગ અથવા તેનાથી મોતનું જોખમ 13% ઘટી ગયું હતું. એટલે કે જે લોકો સ્ટેટિન્સના નુકસાનને સહન કરી શકતા નથી તેઓ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. સંશોધકો અનુસાર બે દાયકામાં જે દર્દીઓને સ્ટેટિન્સની સલાહ અપાઇ હતી તેમાંથી 20%એ સેવન બંધ કર્યું હતું.
નવી દવાથી સ્નાયુઓ પણ નબળા પડતા નથી
બેમ્પોડઇક એસિડથી સ્નાયુઓ નબળા પડવાની સમસ્યા આવી નથી જે સ્ટેટિન્સમાં આવે છે. તેનાથી લોહીમાં યુરિક એસિડ, ક્રેટેનાઇનનું લેવલ વધે છે. સંધિવાથી પીડાતા લોકો માટે તે નુકસાનકારક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.