તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાકિસ્તાનના રાવલપિંડીમાં રવિવારે એક મુસ્લિમ છોકરાએ ઈસાઈ છોકરીની ગોળી મારી હત્યા કરી નાંખી છે. મૃતક છોકરીનું નામ સોનિયા હતું. શહજાદ નામના છોકરાએ છોકરીના ઘરે લગ્ન માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. છોકરીના માતા-પિતાએ આ પ્રસ્તાવ નકારી દીધો હતો. તેનાથી નારાજ થઈ શહજાદે છોકરીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં રાવલપિંડીના કોરાલ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે.
પોલીસે પરસ્પરની અદાવત હોવાનું કારણ દર્શાવ્યુ
પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં આ તેમની પરસ્પરની વિખવાદ માટેનું પરિણામ હોવાનું કહેવામાં આવ્યુ છે. જોકે DIGએ કેસના તમામ પાસા તપાસવાની વાત કહી છે. પાકિસ્તાનમાં ગયા મહિને પણ એક ઈસાઈ છોકરી આરજુ રાજાનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરાવી 44 વર્ષના એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની ફરજ પાડવાની ઘટના સામે આવી હતી.
પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય સાથે ભેદભાવ
પાકિસ્તાને અનેક વખત લઘુમતી સમુદાયોના રક્ષણની ખાતરી આપી છે. પણ તેમ છતા તેમની સાથે સતત ભેદભાવ થઈ રહ્યા છે. હિંસા, હત્યા, અપહરણ, બળાત્કાર અને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન જેવી ઘટનાઓ બને છે. હિંદુ, ઈસાઈ, શીખ, અહમદિયા, અને શિયાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાકિસ્તાનના માનાધિકાર આયોગ (HRCP)એ કહ્યું હતું કે લઘુમતી સમુદાય પર ભારે અત્યાચાર થયો છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.