અફઘાનિસ્તાન વિદેશ મંત્રાલયની બહાર બ્લાસ્ટ:અંદર તાલિબાન અને ચીનના અધિકારીઓની બેઠક ચાલી રહી હતી, 20 લોકોનાં મોતની આશંકા

એક મહિનો પહેલા

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિદેશ મંત્રાલયની બહાર વિસ્ફોટના સમાચાર મળી રહ્યાં છે. વિસ્ફોટ સમયે તાલિબાન અને ચીની અધિકારીઓ વચ્ચે બેઠક ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્લાસ્ટમાં 20 લોકોના મોત થયા છે. જો કે આ વાતની પુષ્ટિ થઈ નથી.

બીજી તરફ કાબુલ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના સ્પોકપર્સન ખાલિદ ઝાદરાને અનેક લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે સિક્યોરિટી ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

નવા વર્ષે મિલિટરી એરપોર્ટ પર બ્લાસ્ટ થયો હતો
અગાઉ 1 જાન્યુઆરીના રોજ કાબુલના મિલિટરી એરપોર્ટ પર બ્લાસ્ટ થયો હતો. જેમાં 8 લોકો ઘાયલ થયા હતા. 29 ડિસેમ્બરે પણ અફઘાનિસ્તાનના તાલુકાન પ્રોવિંસમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે સરકારી સ્ટાફના ડેસ્કની નીચે રાખવામાં આવેલ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. 26 ડિસેમ્બરના રોજ બાદાખશાન પ્રોવિંસમાં થયેલા વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું.

12 ડિસેમ્બરે ચીનની હોટલ પર હુમલો થયો હતો
12 ડિસેમ્બરના રોજ ચીની હોટેલ તરીકે ઓળખાતી રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસ પર હુમલો થયો હતો. કુલ ત્રણ હુમલાખોરોએ હોટલને નિશાન બનાવી હતી. જેમાં ત્રણેયને ઠાર કરી દેવાયા હતા. ઘટનામાં બે વિદેશી નાગરિકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલા સમયે હોટલમાં ઘણા ચીની નાગરિકો હાજર હતા. કેટલાક ફૂટેજ પણ સામે આવ્યા. જેમાં હોટલના એક ભાગમાં આગ જોવા મળી હતી.

ભારતીય દૂતાવાસ પણ નિશાના પર
અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસને પણ નિશાન પર છે. ઓગસ્ટ 2013માં જલાલાબાદમાં દૂતાવાસ પર હુમલો કરનારા ત્રણ આત્મઘાતી હુમલાખોરો માર્યા ગયા હતા. જેમાં અફઘાન સેનાના કેટલાક જવાનો પણ માર્યા ગયા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત અમર સિન્હાએ માર્યા ગયેલા અને ઘાયલ લોકો સાથે મુલાકાત કરી અને સુરક્ષા પ્રદાન કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.

એટલું જ નહીં તેની તમામ મેડિકલ જરૂરિયાતોનો ખર્ચ પણ ભારતીય દૂતાવાસે ઉઠાવ્યો હતો. 2010માં કાબુલમાં બે ગેસ્ટ હાઉસ પર થયેલા હુમલામાં છ ભારતીયોના મોત થયા હતા. જુલાઈ 2008માં કાર બ્લાસ્ટમાં બ્રિગેડિયર અને બે આઈટીબીપીના જવાનોના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...