• Gujarati News
  • International
  • A Meeting In Samarkand Will Take Place During The SCO Summit, The Possibility Of Talks On The Ukraine War And Food Security

બર્થ ડેના આગલા દિવસે મોદી ઉઝબેકિસ્તાનમાં:SCO સમિટ દરમિયાન પુતિનને મળશે, યુક્રેન યુદ્ધ અને ફૂડ સિક્યોરિટી બાબતે વાતચીતની સંભાવના

તાશકંદ17 દિવસ પહેલા

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક 15 અને 16 સપ્ટેમ્બરે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાવાની છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે. માનવામાં આવી રહ્યું છે કે બંને નેતા વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અને ખાદ્ય સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ SCO સમિટમાં ભાગ લેશે. જોકે મોદી આ બંને નેતા સાથે વાતચીત કરશે કે કેમ એ હજુ સ્પષ્ટ નથી.

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત
સમાચાર એજન્સીએ ભારતીય વિદેશ મંત્રાલયનાં સૂત્રોના હવાલાથી જણાવ્યું કે મોદીની બે દ્વિપક્ષીય બેઠકો નિર્ધારિત છે. પ્રથમ - રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અન્ય યજમાન ઉઝબેકના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ સાથે. બંને બેઠક SCO સમિટથી અલગ મળશે.

રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયું હતું અને એ હજી સુધી ચાલુ છે. બંને પક્ષે ઘણું નુકસાન થયું છે. હાલના દિવસોમાં રશિયન સેનાએ યુક્રેનના ઉત્તરીય ભાગમાં ભારે નુકસાન ઉઠાવીને પીછેહઠ કરવી પડી છે. બીજી તરફ, આ યુદ્ધને કારણે ખાદ્યપદાર્થોની કટોકટી વધુ ઘેરી બની છે. મોદી અને ઉઝબેક રાષ્ટ્રપતિ પુતિન સાથે મળીને યુક્રેનના મુદ્દે કેટલીક નક્કર પહેલ કરી શકે છે.

સમરકંદમાં મોદી અને જિનપિંગ વચ્ચેની બેઠક પર ચિત્ર સ્પષ્ટ નથી. બંને દેશના વિદેશ મંત્રાલયોએ હજુ સુધી આ માહિતી આપી નથી. (ફાઈલ)
સમરકંદમાં મોદી અને જિનપિંગ વચ્ચેની બેઠક પર ચિત્ર સ્પષ્ટ નથી. બંને દેશના વિદેશ મંત્રાલયોએ હજુ સુધી આ માહિતી આપી નથી. (ફાઈલ)

કેટલીક વધુ મુલાકાતો શક્ય છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી અને પુતિન વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી અનેક ફોન પર વાતચીત થઈ છે. યુદ્ધની શરૂઆત પછી બંને પહેલીવાર સામસામે બેસીને વાત કરશે. ઉઝબેકિસ્તાનમાં ભારતીય રાજદૂત મનીષ પ્રભાતના કહેવા પ્રમાણે, મોદી અન્ય નેતાઓને પણ મળી શકે છે. મોદી ચીનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાનના વડાપ્રધાનને મળશે કે કેમ એ હજુ સ્પષ્ટ નથી. ભારતીય વિદેશ મંત્રાલય પણ આ મામલે કંઈપણ કહેવાનું ટાળી રહ્યું છે.

દુનિયા અને ખાસ કરીને અમેરિકાની નજર એક બીજી બેઠક પર રહેશે. જિનપિંગ અને પુતિન વચ્ચે વાતચીતની જાહેરાત બંને દેશે કરી હતી. બંને દેશ સાથે અમેરિકાને ટકરાવ થયો છે. આવી સ્થિતિમાં SCO પ્લેટફોર્મ આ વખતે વિશ્વ વ્યવસ્થાને અસર કરી શકે છે.

શાહબાઝ શરીફ પણ 15 અને 16 સપ્ટેમ્બરે સમિટમાં ભાગ લેશે. મોદી અને શરીફની મુલાકાતની શક્યતા નહિવત્ માનવામાં આવે છે. (ફાઈલ)
શાહબાઝ શરીફ પણ 15 અને 16 સપ્ટેમ્બરે સમિટમાં ભાગ લેશે. મોદી અને શરીફની મુલાકાતની શક્યતા નહિવત્ માનવામાં આવે છે. (ફાઈલ)

ઈરાનના રાષ્ટ્રપતિ પણ આવી શકે છે
ઉઝબેકિસ્તાનમાં ભારતના રાજદૂત મનીષ પ્રભાતના જણાવ્યા અનુસાર, કોવિડને કારણે મોટા નેતાઓ બે વર્ષ સુધી મળી શક્યા નહોતા, તેથી આ વખતે મધ્ય એશિયાના દેશોના વેપાર અને વ્યાપારને લઈને મહત્ત્વની વાતચીત થઈ શકે છે. એક મુદ્દો કનેક્ટિવિટી અને રોકાણ સાથે પણ જોડાયેલો છે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી પણ આ સમિટમાં ભાગ લઈ શકે છે. તેઓ આવે તો એવું માનવામાં આવે છે કે મોદી અને રાયસી વચ્ચે મુલાકાત જરૂર થશે. ઉઝબેકિસ્તાન 2022 SCO સમિટનું યજમાન છે. ભારત 2023માં તેની યજમાની કરવાનું છે.

અન્ય સમાચારો પણ છે...