ભૂકંપની ધ્રુજાવી દે તેવી તસવીરો:તુર્કી ભૂકંપ બાદ વાયરલ થયેલી તસવીરે બધાને હચમચાવી દીધા, બધા સલામત હોય તેવી લોકો પ્રાર્થના કરવા લાગ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ આ બે તસવીરો વાઈરલ થઈ રહી છે. - Divya Bhaskar
તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ આ બે તસવીરો વાઈરલ થઈ રહી છે.

એજિયન સમુદ્રમાં આવેલા પ્રચંડ ભૂકંપને લીધે તુર્કી અને ગ્રીસમાં સૌથી વધારે અસર થઈ છે. તુર્કીના પશ્ચિમમાં આવેલા ઈઝમિર પ્રાંતમાં અનેક ઈમારતો તૂટી પડી છે. જોકે આ કુદરતી હોનારતમાં કેટલી જાનહાની થઈ છે તેનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. યુરોપિયન-મેડિટેરેનીન સિસ્મોલોજીકલ સેન્ટરે કહ્યું છે કે આંચકો પ્રાથમિક રીતે 6.9ની તીવ્રતા ધરાવતાનો હતો અને તેનું કેન્દ્રબિંદુ સમોસના ગ્રીસ આઈલેન્ડના ઉત્તરપૂર્વમાં 13 કિમી (8 માઈલ) હતું. જ્યારે અમેરિકાએ ભૂકંપની તીવ્રતા 7ની હોવાનું કહ્યું છે.

ભૂકંપને લીધે તૂટી પડેલી ઈમારતોમાં અનેક લોકો ફસાયેલા હોવાની શક્યતા છે
ભૂકંપને લીધે તૂટી પડેલી ઈમારતોમાં અનેક લોકો ફસાયેલા હોવાની શક્યતા છે

તુર્કીના ઈઝમિરમાં તૂટી પડેલી ઈમારતમાં લોકો બચાવ કાર્ય હાથ ધર્યું છે. તુર્કીના ડિઝાસ્ટર અને ઈમર્જન્સી મેનેજમેન્ટના પ્રેસિડેન્ટે કહ્યું છે કે શુક્રવારે આવેલા તીવ્ર ભૂકંપનું કેન્દ્ર એઈજીનમાં 16.5 કિલોમીટરની ઉંડાઈએ હતું.

તુર્કીના મીડિયામાં ઈઝમિરમાં બહુમાળી ઈમારત તૂટી પડ્યાની માહિતી આપવામાં આવી છે,આ ઈમારતના કાટમાળ પર લોકો ચડીને બચાવ કાર્ય શરૂ કર્યું છે. કાટમાળમાંથી મહિલાને બહાર કાઢવા મદદ કરવામાં આવી રહી છે. ઈમારત તૂટી પડવાથી મધ્ય ઈઝમિરમાં અનેક જગ્યા પર વ્યાપક પ્રમાણમાં ધુમ્મસ ફેલાઈ ગયુ હતું

ભૂકંપના આંચકા એઈજીન અને મરમારાના સમગ્ર વિસ્તારમાં અનુભવાયા હતા, જેમાં ઈસ્તનબુલનો પણ સમાવેશ થતો હતો. ઈસ્તનબુલના ગવર્નરે કહ્યું હતું કે શહેરમાં ભૂકંપની લીધે કોઈ નુકસાન કે જાનહાની થઈ નથી. તુર્કી અને ગ્રીસમાં આ ભૂકંપ બાદ પણ અનેક આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ભૂકંપ છેક બલ્ગેરિયા સુધી અનુભવાયો હતો.

સ્થાનિક લોકોએ કહ્યું હતું કે તેમણે અગાઉ ક્યારેય આટલી તીવ્રતાના ભૂકંપનો અનુભવ કર્યો ન હતો. ગ્રીક પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેટલીક જૂની ઈમારતોને ભારે નુકસાન થયુ છે.

ભૂકંપ બાદ સ્થાનિક લોકો તથા બચાવ ટૂકડીઓ બચાવકાર્યમાં કામે લાગી ગયા છે. તૂટી પડેલી ઈમારતમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા તેમ જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.

લોકો તેમના ઘરોમાંથી બહાર આવી ગયા હતા. ભૂકંપના તીવ્ર આંચકાને લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો.

અન્ય સમાચારો પણ છે...