• Gujarati News
  • International
  • A Large Section Of Opposition To 'feminism' Is Emerging In South Korea; Men Consider It A Mental Illness

ભાસ્કર વિશેષ:દક્ષિણ કોરિયામાં ‘નારીવાદ’નો વિરોધ કરતો એક મોટો વર્ગ ઊભો થઇ રહ્યો છે; પુરૂષો તેને માનસિક બીમારી ગણાવે છે

સિઉલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓને પ્રાધાન્ય આપવાના વિરોધમાં પુરૂષોમાં અસંતોષ ઊભરી રહ્યો છે

દિવસના વ્યસ્ત સમયમાં પુરૂષોનું એક જૂથ કાળા કપડાંમાં તૈયાર થઇને નારા લગાવી રહ્યું છે. મહિલાઓના સમર્થનમાં રેલી કરનારાઓને ટોણાં મારી રહ્યા છે, ‘પુરૂષોને નફરત કરનારાઓ, આ નારીવાદ એક માનસિક બીમારી છે..’ આ ગુસ્સો પોતાને નારીવાદી ગણાવતા પુરૂષો સામે છે.

વિશ્લેષકો માને છે કે સિયોલના માર્ગો પર આ નાનકડા જૂથના વિરોધને અવગણવો ભલે સરળ હશે પણ દક્ષિણ કોરિયામાં ઓનલાઇન વધી રહેલી નારીવાદવિરોધી લાગણીઓની ઉપેક્ષા થઇ શકે તેમ નથી. આ મુદ્દાના સમર્થનમાં એક વિશાળ વર્ગ ઊભો થઇ રહ્યો છે, જે સમાજ અને રાજકારણ પર આ મુદ્દો ઝડપથી થોપી રહ્યો છે. આ પુરૂષ એક્ટિવિસ્ટ્સે એવી દરેક બાબતને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે કે જેમાં નારીવાદનો મુદ્દો દેખાતો હોય.

દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં દુરાચાર ફેલાવવા વિરુદ્ધ વ્યાખ્યાન આપતી મહિલા વિશેષજ્ઞને બોલતી અટકાવી દેવાઇ. ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતેલી એન સૈનની વાળ કપાવવા બદલ ટીકા કરાઇ. તેમનું આગામી પગલું દેશના ઉદ્યોગપતિઓને ધમકી આપવાનું છે. નારીવાદી એજન્ડા બદલ સરકારને પણ આડે હાથ લેવાઇ રહી છે. તેનાથી એક ડગલું આગળ વધીને રાષ્ટ્રપતિપદના ઉમેદવારો પાસેથી વચન લેવાયું છે કે તેઓ દેશના 20 વર્ષ જૂના જાતિ સમાનતા અને પરિવાર સુધાર મંત્રાલયમાં સુધારા કરશે.

79% પુરૂષોએ પોતે જાતિ ભેદભાવનો શિકાર બન્યાનું કહ્યું
આવા જ એક સમૂહના વડા બે ઇન-ક્યૂ કહે છે કે, અમને મહિલાઓથી નફરત નથી પણ નારીવાદ એક સામાજિક દૂષણ છે. યૂટ્યૂબ પર તેના 4.5 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેમનું માનવું છે કે દેશમાં પુરૂષો અસલામતી અનુભવે છે. થોડાં મહિના પહેલાં થયેલા એક સરવેમાં 20 વર્ષની ઉંમરના 79% પુરૂષોએ પોતે જાતિ ભેદભાવનો શિકાર બન્યા હોવાનું કહ્યું.

અન્ય સમાચારો પણ છે...