ઈનોવેશન / કિલર માસ્ક અને હેન્ડ ફ્રી હેન્ડલ કોરોનાથી બચાવશે 

વાઈરસને મારી નાખતું માસ્ક.
વાઈરસને મારી નાખતું માસ્ક.
X
વાઈરસને મારી નાખતું માસ્ક.વાઈરસને મારી નાખતું માસ્ક.

  • કોરોના મહામારીનો સામનો કરવા માટે દુનિયામાં નવા ઈનોવેશન શરૂ
  • હેકાથોનથી નવા આઈડિયાની શોધનો પ્રયાસ
  • 3 દિવસમાં ઈમરજન્સી વેન્ટિલેટર બનાવ્યું, 3ડી આર્મ ચેપ રોકશે
  • જર્મનીમાં 43 હજાર લોકોએ ઘેરબેઠા આઈડિયા મોકલ્યા

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 06:50 AM IST
બર્લિન: જ્યાં દુનિયાભરના વિજ્ઞાનીઓ કોરોના વાઈરસની વેક્સીન અને મહામારીને ફેલાતી રોકવાનો ઉપાય શોધી રહ્યા છે ત્યાં ઈનોવેટર્સ તેમનાથી અનેકગણા આગળ નીકળી ગયા છે. નવું ઈમર્જન્સી વેન્ટિલેટર, વાઈરસને મારી નાખતું માસ્ક અને હેન્ડ ફ્રી 3ડી પ્રિન્ટેડ ડોર- હેન્ડલ, આ એ ઈનોવેશન છે જે સફળ તો થયાં જ સાથે તેનો ઉપયોગ પણ શરૂ થઈ ગયો છે. બીજી બાજુ જર્મનીમાં હેકાથોનનું આયોજન કરાયું જેમાં 800થી વધુ આઈડિયા મળ્યા. તેનાથી અલગ ભારતમાં પણ હાલ સરકારી એજન્સીઓ લોકોથી કોરોનાને ફેલાતો રોકવા માટે નવા આઈડિયા માગી રહી છે.  
કોવિડ ઈમરજન્સી વેન્ટિલેટર
કાર્મલથેનની ગ્લેંગવિલી હોસ્પિટલના ડૉ.રાયન થોમસે ઈમરજન્સી  વેન્ટિલેટર બનાવ્યું છે જે હવામાં હાજર ઘાતક કણોનો નાશ કરી તેને સાફ કરે છે. તેને બનાવતાં ફક્ત 3 દિવસ જ લાગ્યા. વેલ્સ સરકારની મદદથી તેનું મોટા પાયે ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. 
વાઈરસને મારી નાખતું માસ્ક
વાઇરસટેટિક શીલ્ડ કંપનીએ એક એવું માસ્ક બનાવ્યું છે જે હવામાં હાજર વાઈરસને ખતમ કરે છે. કંપનીનો દાવો છે કે તેનાથી કોરોના સહિત 95 ટકા વાઈરસ નષ્ટ થઈ જાય છે. બ્રિટનમાં કોરોના મહામારીને જોતાં કંપની ઉત્પાદન વધારી રહી છે. 
હેન્ડ ફ્રી ડોર આર્મ
ચેપથી બચાવનાર આ 3ડી પ્રિન્ટેડ હેન્ડલ વાયન ગ્રિફિથ્સે ડિઝાઇન કર્યુ છે. આ પ્રોટોટાઈપ આર્મ દરવાજાના હેન્ડલ સાથે સંકળાયેલું હોય છે. જેને ખોલવા માટે હાથ લગાવવાની જરૂર નથી. તેની ડિઝાઈન મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. 
જમર્ની : હેકાથોનમાં 800 પ્રોજેક્ટ
જર્મનીમાં ચાર દિવસની હેકાથોન યોજાઈ છે જેમાં 42,869 લોકોએ ભાગ લીધો, એ પણ ઘેરબેઠા. આ બધાએ 800થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે. 29 માર્ચે જ્યૂરી નક્કી કરશે કે તેમાંથી કયા પ્રોજેક્ટને સરકારી ફન્ડિંગ કરાય.
ભારત : હાલ આઈડિયા મંગાવાયા છે
દુનિયાથી અલગ ભારત હાલ પાછળ છે. 27 માર્ચે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન આઈડિયાથોન યોજશે. જ્યારે કેરળ પોલીસે પણ ઈનોવેટર્સ પાસેથી નવા આઈડિયા માગ્યા છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી