• Gujarati News
  • International
  • A Huge Fire Broke Out In A Building Next To Burj Khalifa, The Entire Building Was Gutted, No One Was Injured.

દુબઈમાં 35 માળની ઈમારતમાં આગ:બુર્જ ખલીફાની બાજુમાં આવેલી ઈમારતમાં ભીષણ આગ લાગતાં બધું બળીને ખાખ, કોઈને ઈજા નહીં

દુબઈએક મહિનો પહેલા
  • આગ લાગ્યા બાદ ઈમારતમાં હાજર લોકોને બચાવી લેવાયા હતા

વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પાસે આવેલી એક 35 માળની ઈમારતમાં આગ લાગી હતી. અરબ ન્યૂઝ અનુસાર, 7 નવેમ્બરે મોડી રાત્રે દુબઈમાં 35 માળના બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

જે ઈમારતમાં આગ લાગી એ ઈમાર ગગનચુંબી ઈમારત એમાર સ્કાયસ્ક્રેપર (The Emaar skyscraper)ના નામે ઓળખાય છે. એમાર ડેવલપર્સે બુલવાર્ડ વોક નામના 8 ટાવર બનાવ્યા હતા. એમાર સ્કાયસ્ક્રેપર આમાંનો જ એક ટાવર છે. આગ લાગ્યા બાદ ઈમારતમાં હાજર લોકોને બચાવી લેવાયા હતા. આ દરમિયાન કોઈને ગંભીર ઈજા થઈ નથી. ફાયરની ટીમના જવાનોએ જણાવ્યું હતું કે ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ ઈમારતના નીચેના એપાર્ટમેન્ટમાં શરૂ થઈ હતી અને ઝડપથી સમગ્ર ઈમારતમાં ફેલાઈ ગઈ હતી.
આગ ઈમારતના નીચેના એપાર્ટમેન્ટમાં શરૂ થઈ હતી અને ઝડપથી સમગ્ર ઈમારતમાં ફેલાઈ ગઈ હતી.

ઈમારત સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ
લોકો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુ ને વધુ શેર કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક લોકોએ ઘટના બાદ ફોટા શેર કર્યા હતા. આ તસવીરોમાં ઈમારત કાળી દેખાઈ રહી છે, જેના પરથી ઘટનાની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે. ઘટના અંગે દુબઈ પોલીસ અને એમાર ડેવલપર્સે કોઈ નિવેદન આપ્યું નથી.

ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ બાદ ઈમારતની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. ફાયરબ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં 3 કલાકનો સમય લાગ્યો હતો.
આગ બાદ ઈમારતની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. ફાયરબ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં 3 કલાકનો સમય લાગ્યો હતો.

ગગનચુંબી ઈમારતમાં સુરક્ષા સામે ઊભા થઈ રહ્યા છે સવાલ
દુબઈમાં ઘણી ગગનચુંબી ઈમારતો (સ્કાયસ્ક્રેપર્સ) છે. તાજેતરમાં અનેક ઈમારતોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. આમ, ઇમારતોની સુરક્ષા અંગે સવાલો ઊઠી રહ્યા છે. એપ્રિલ 2022માં વૈભવી સ્વિસોટેલ અલ મુરુજ હોટલમાં આગ લાગી હતી. આ દરમિયાન કોઈને ઈજા થઈ નહોતી. આ હોટલ બુર્જ ખલીફાની સામે જ હતી. 2015માં એડ્રેસ ડાઉનટાઉન હોટલમાં આગ લાગી હતી. આ હોટલ પણ બુર્જ ખલીફા પાસે આવેલી હતી.

આગની જુદી જુદી ઘટનાઓના સમાચાર પણ વાંચો...

ઈન્ડોનેશિયાની મસ્જિદમાં ભયંકર આગ, 5 સેકન્ડમાં તો આખો ડોમ ધ્વસ્ત

ઈન્ડોનેશિયામાં જકાર્તા ઈસ્લામિક સેન્ટર ગ્રાન્ડ મસ્જિદના વિશાળ ગુંબજમાં ભીષણ આગ લાગી હતી અને પછી ગુંબજ તૂટી પડ્યો. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ગલ્ફ ટુડેના અહેવાલ મુજબ, આ અકસ્માત 19 ઓક્ટોબરના રોજ સ્થાનિક સમય અનુસાર બપોરે 3 વાગ્યાની આસપાસ થયો હતો. એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો ફૂટેજમાં મસ્જિદ તૂટી પડતાં પહેલાં ગુંબજમાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે.

મસ્જિદમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે લાગી આગ
એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગુંબજમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું એ સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગને કાબૂમાં લેવા માટે ઓછામાં ઓછાં દસ ફાયર ટેન્કરો મોકલવામાં આવ્યાં હતાં.

ચિકન બિરયાની ન મળતાં રેસ્ટોરાંમાં આગ ચાંપી:કસ્ટમરે કહ્યું- હું નશામાં હતો...

ન્યૂયોર્કમાં એક બાંગ્લાદેશી રેસ્ટોરાંમાં જમવા ગયેલી એક વ્યક્તિએ આગ લગાવી દીઘી હતી. તેણે આવું એટલા માટે કર્યું, કારણ કે રેસ્ટોરાંમાં તેની પસંદનું ભોજન ઉપલબ્ધ નહોતું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ન્યૂયોર્ક પોલીસના એક અધિકારીએ કહ્યું- આ ઘટના ક્વિન્સ વિસ્તારની છે, જ્યાં એક જેક્સન હાઈટ્સમાં સાઉથ એશિયન કમ્યુનિટીની વસાહત રહે છે. આ જ સ્થળે એક બાંગ્લાદેશી રેસ્ટોરન્ટ પણ છે. 49 વર્ષના ચોફેલ નોરબુને ચિકન બિરયાની ન મળતાં તેણે ગુસ્સામાં આવીને રેસ્ટોરાંમાં આગ ચાંપી દીધી હતી. જે સમયે આગ લાગી ત્યારે રેસ્ટોરાં બંધ હતી. કોઈપણ વ્યક્તિને નુકસાન પહોચ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...