તાલીબાનીઓ ફરી અન્ય ધર્મનું અપમાન કરવા લાગ્યા:તાલિબાનીઓનું જૂથ કાબુલના ગુરુદ્વારામાં ઘુસ્યું, શીખ લોકો સાથે અપમાનજનક વર્તન; CCTV કેમેરા પણ તોડ્યા

કાબુલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે તાલિબાનીઓના એક જૂથે કાબુલના પવિત્ર કર્તે પરવાન ગુરુદ્વારામાં ઘુસ્યા. - Divya Bhaskar
મંગળવારે તાલિબાનીઓના એક જૂથે કાબુલના પવિત્ર કર્તે પરવાન ગુરુદ્વારામાં ઘુસ્યા.

લગભગ બે મહિના પહેલાં જ અફઘાનિસ્તાન પર કબજો કરનાર તાલિબાન હવે બીજા ધર્મના ધર્મસ્થળોને નિશાન બનાવવા લાગ્યા છે. મંગળવારે તાલિબાનીઓના એક જૂથે કાબુલના પવિત્ર કર્તે પરવાન ગુરુદ્વારામાં ઘુસ્યા. અહીં હાજર શીખ લોકોને અનેક સવાલો કર્યા. આ દરમિયાન ત્યાં હાજર લોકો સાથે ગેરવર્તણૂંક પણ કરી. બાદમાં ત્યાંના CCTV કેમેરાઓ પણ તોડી નાખ્યા હતા. કર્તે પરવાન ગુરુદ્વારાના પ્રમુખ ભાઈ ગુરનામ સિંહે પોતે આ અંગે જાણકારી આપી.

ઈન્ડિયા વર્લ્ડ ફોરમના ચેરમેન પુનીત સિંહ ચંડોકે પણ કર્તે પરવાન ગુરુદ્વારામાં તાલિબાનીઓ ઘુસી ગયા હોવાની વાતને પુષ્ટિ આપી.

હથિયારોથી સજ્જ હતા તાલિબાનીઓ
મીડિયા રિપોટ્સ મુજબ ઘટના મંગળવાર સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસની છે. ગુરુદ્વારામાં અનેક શીખ લોકો ઉપસ્થિત હતા. જેમાંથી કટેલાંક અહીં કાયમ રહે છે અને કેટલાંક હાલમાં જ હિંસાથી બચવા માટે શરણાર્થી તરીકે આવ્યા છે. બપોર સુધી અહીં સ્થિતિ સામાન્ય હતી. લગભગ ચાર વાગ્યે કેટલાંક તાલીબાનીઓ આ પવિત્ર સ્થળમાં ઘુસ્યા હતા. કેટલાંક હથિયારોથી સજ્જ પણ હતા, જ્યારે કેટલાંક ખાલી હાથ હતા. આ લોકોને આખા પરિસરની તપાસ કરી હતી.

કેટલાંકની અટકાયત કરી
તાલિબાનીઓએ ગુરુદ્વારાના મુખ્ય હોલમાં હાજર લોકોની ઘણાં સમય સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન ગુરુદ્વારાના સ્ટાફે તાલિબાનના દરેક સવાલનો વિસ્તારથી જવાબ આપ્યો. જો કે તાલિબાનીઓની વર્તણૂંક ઘણી જ ખરાબ હતી.

સોશિયલ મીડિયા પર જાહેર થયેલા કેટલાંક રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાનીઓએ ગુરુદ્વારાના કેટલાંક લોકોની અટકાયત પણ કરી છે, જો કે આ વાતની પુષ્ટિ નથી થઈ શકી. મળતી માહિતી મુજબ તાલિબાનની ઈન્ટેલિજન્સ એજન્સીના લોકોએ આ પવિત્ર સ્થળની તપાસ પણ કરી.

CCTV કેમ તોડ્યા
ગુરુદ્વારાના પ્રમુખ ગુરનામ સિંહે જણાવ્યું કે તાલિબાનીઓએ ત્યાં લગાડવામાં આવેલા લગભગ દરેક CCTV કેમેરા તોડી નાખ્યા છે. માનવામાં આવે છે કે તેમનો હેતુ એવો હતો કે આતંકીઓની હરકત કેમેરામાં રેકોર્ડ ન થઈ શકે. સોશિયલ મીડિયામાં જાહેર થયેલા કેટલાંક વીડિયોઝમાં તૂટેલા CCTV અને ઉખડી ગયેલા તાર જોઈ શકાય છે.

લોકો ઘણાં જ ગભરાય ગયા હતા
તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કર્યો હતો. જે બાદ શીખ અને હિંદુ અલ્પસંખ્યકોએ આ ગુરુદ્વારામાં આશરો લઈને જીવ બચાવ્યા હતા. બાદમાં કેટલાંકને ભારત આવવા દીધા હતા. તાલિબાને ભારત જ નહીં પરંતુ દુનિયાને એવો વિશ્વાસ આપ્યો હતો કે તેઓ કોઈ પણ કાળે બીજા ધર્મના ધાર્મિક સ્થળોની રક્ષા કરશે અને બિન મુસ્લિમોને પરેશાન નહીં કરે.

અન્ય સમાચારો પણ છે...