અમેરિકા:ફુલ સ્પીડમાં આવતી કાર ગૅસ સ્ટેશનમાં ઘૂસી ગઈ, મશીન સાથે અથડાતાં ભડકો થતાં ભાગમભાગ મચી ગઈ

7 મહિનો પહેલા

અમેરિકાના કેલિફોર્નિયાની એક શૉકિંગ ઘટના સામે આવી છે. અહીં મોડેસ્ટોના ગૅસ સ્ટેશનમાં એક કાર ઘૂસી ગઈ હતી. આ સમ્રગ ઘટના ગૅસ સ્ટેશનમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક લોકો તેમની કારમાં ગૅસ રિફીલ કરાવી રહ્યા છે. આ દરમિયાન ફુલ સ્પીડમાં એક કાર ગૅસ સ્ટેશનમાં ઘૂસી જાય છે. કાર મશીન સાથે અથડાઈને 4-5 ફૂટ ઉછળે છે અને તરત જ ભડકો થાય છે. ત્યાર બાદ ગૅસ સ્ટેશનમાં ભાગમભાગ મચી જાય છે. મહત્ત્વનું છે કે, કારચાલક મહિલા અને તેમના બંને બાળકો સલામત છે. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...