તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • A Florida Minor Hacked Into The Accounts Of Giants Like Obama And Musk, Posing As A Twitter Employee And Accessing The Company's System.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્વિટર:ફ્લોરિડાના સગીરે ઓબામા અને મસ્ક જેવા દિગ્ગજોનો અકાઉન્ટ હેક કર્યા હતા, ટ્વિટરનો કર્મચારી બની સિસ્ટમ સુધી પહોંચ્યો હતો

વોશિન્ગટન9 મહિનો પહેલા
  • ક્રિપ્ટોકરન્સી ફ્રોડ માટે હેકરે જાણીતી હસ્તિઓના નામનો સહારો લીધો હતો
  • સગીર સાથે આ ગુનામાં 19 અને 22 વર્ષના 2 અન્ય લોકો સામેલ

અમેરિકામાં લગભગ 21 દિવસ પહેલા જાણીતી હસ્તિઓના ટ્વિટર અકાઉન્ટ હેક થવાના મામલે ખુલાસો થયો છે. આ ગુનાનો માસ્ટરમાઇન્ડ 17 વર્ષનો સગીર હતો. તેણે હેક કરેલા અકાઉન્ટ્સ પર લખ્યું હતું- તમે જેટલા ડોલરની વેલ્યૂના બિટકોઇન અમારા ખાતામાં ટ્રાન્સફર કરશો અમે તેનાથી ડબલ વેલ્યૂના બિટકોઇન તમને પરત કરી દઇશું. 30 મિનિટ અંદર તમે 1000 ડોલરની વેલ્યૂના બિટકોઇન મોકલશો તો અમે 2000 ડોલરના બિટકોઇન પરત કરી દઇશું.

આ રીતે હેકિંગ કર્યું
ફ્લોરિડાના સ્ટેટ એટર્ની વોરેને કહ્યું કે ટ્વિટર અકાઉન્ટ ફ્લોરિડામાં રહેતા 17 વર્ષના ગ્રાહમ ઇવાન ક્લાર્કે હેક કર્યા હતા. તેણે કંપનીના સિક્યોરિટી પ્રોટેક્શનને બાયપાસ કરીને હેકિંગને અંજામ આપ્યો. વર્ક ફ્રોમ હોમના લીધે બધા કર્મચારી ઘરેથી કામ કરી રહ્યા હતા. આ સમયે હેકરે એક ટ્વિટર કર્મચારીને જણાવ્યું કે તે ટ્વિટરના ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. હેકરે કસ્ટમર સર્વિસ પોર્ટલ સુધી પહોંચવા માટે તે કર્મચારીના આઇડીનો ઉપયોગ કર્યો હતો.

માસ્ટરમાઇન્ડ સાથે 2 અન્ય લોકો સામેલ
હેકિંગમાં ક્લાર્ક સાથે બ્રિટનમાં રહેતા 19 વર્ષનો મસૂન શેફર્ડ અને ફ્લોરિડાના 22 વર્ષનો નિમા ફજેલી પણ સામેલ હતા. ક્લાર્કની ધરપકડ કરવામા આવી છે. સગીર હોવાના લીધે તેના પર ફેડરલ ઓફિસર્સની જગ્યાએ ફ્લોરિડા વહીવટીતંત્ર કાર્યવાહી કરશે. જોકે તેના પર કેસ પુખ્તવયના ગુનેગાર તરીકે જ ચાલશે.

આ દિગ્ગજોના અકાઉન્ટ હેક કર્યા હતા
1. બિલ ગેટ્સ (કો-ફાઉન્ડર, માઇક્રોસોફ્ટ)
2. જેફ બેઝોસ (CEO, એમેઝોન)
3. વોરેન બફે (જાણીતા રોકાણકાર)
4. એલન મસ્ક (CEO, ટેસ્લા)
5. બરાક ઓબામા (અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ)
6. જો બિડેન (અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર)
7. કિમ કાર્દાશિયાં વેસ્ટ (મીડિયા સેલિબ્રિટી)
8. માઇક બ્લૂમબર્ગ (બિઝનેસમેન, રાજનેતા)
9. કાન્યે વેસ્ટ (ગાયક)

લોકોને કેટલું નુકસાન થયું ?
ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શનને મોનિટર કરતી સાઇટ બ્લોકચેન ડોટ કોમ અનુસાર ફ્રોડની માહિતી મળે તે પહેલા લોકો 1.16 લાખ ડોલરની વેલ્યૂના બિટકોઇન તે ફેક અકાઉન્ટમાં મોકલી ચૂક્યા હતા જેની લિન્ક હેક થયેલા અકાઉન્ટ પર શેર કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો