માલદીવમાં આગમાં 9 ભારતીયો સહીત 10ના મોત:બિલ્ડિંગના ગેરેજમાં લાગી આગ; 9 લોકો હજી પણ ગુમ, 28નો બચાવ

માલે3 મહિનો પહેલા
  • હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

માલદીવના માલે શહેરમાં ગુરુવારે એક બિલ્ડિંગના ગેરેજમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9 ભારતીયો સહિત 10 લોકોના મોત થયા હતા. આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. ગુરુવારે સવારે આગને કાબૂમાં લેવામાં આવી હતી, ત્યારબાદ આ માહિતી સામે આવી છે.

પોલીસે કહ્યું- મોડી રાત્રે અમને એક બિલ્ડિંગમાં આગ લાગવાના સમાચાર મળ્યા. અમે તરત જ સ્થળ પર પહોંચી ગયા. ફાયર ટેન્કરોને પણ બોલાવવામાં આવ્યા હતા. આગ ગ્રાઉન્ડ ફ્લોર પરના ગેરેજમાં શરૂ થઈ હતી, જે ખૂબ જ ગંભીર હતી. તેની જ્વાળાઓ પહેલા માળે પહોંચી હતી. જોત જોતામાં જ આખી ઇમારત સળગી ગઈ હતી. હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

ગેરેજમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ગેરેજમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

બિલ્ડીંગમાં પરપ્રાંતિય કામદારો રહેતા હતા
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બિલ્ડિંગના પહેલા માળે રહેતા પરપ્રાંતિય કામદારો હતા. તમામ પરપ્રાંતિય કામદારો ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રહેવાસી હતી. આ દુર્ઘટનામાં એક બાંગ્લાદેશી પ્રવાસીનું પણ મોત થયું હતું. આ બિલ્ડીંગમાં આ પહેલા પણ આગ લાગી હતી. 2 મહિના પહેલા પણ અહીં આગ લાગી હતી. માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF) ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના જણાવ્યા અનુસાર, 28 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 9 લોકો હજુ પણ ગુમ છે.

ફાયર ફાઈટરના જવાનોએ લોકોને નાની બારીમાંથી બહાર કાઢ્યા હતા.
ફાયર ફાઈટરના જવાનોએ લોકોને નાની બારીમાંથી બહાર કાઢ્યા હતા.

મૃત્યુઆંક વધી શકે છે
ફાયર બ્રિગેડે જણાવ્યું- આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ. લોકોને બચવાની તક પણ મળી ન હતી. બિલ્ડિંગમાં અદર જવાના દરવાજા પર આગ લાગી હતી. અમારા માટે અંદર જવું મુશ્કેલ બની રહ્યું હતું. જેથી લોકોને નાની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અમે બિલ્ડિંગમાં દરેકને બચાવી શક્યા નહીં.

આગના સમાચાર મળતા જ આજુબાજુ રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
આગના સમાચાર મળતા જ આજુબાજુ રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

તેમણે વધુંમા કહ્યું હતુ કે અમને પહેલા માળેથી 7 લોકોના મૃતદેહ મળ્યા. 2 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એકનું રસ્તામાં મોત થયું હતું અને બીજાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ પછી ફાયરના જવાનોને વધુ બે મૃતદેહો મળ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે, પરંતુ મૃત્યુઆંક વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...