જાપાનની બિલ્ડિંગમાં આગ:ઓસાકા શહેરના મેન્ટલ હેલ્થ ક્લિનિકમાં આગ, 10 મહિલાઓ સહિત 27ના મોત

એક મહિનો પહેલા
ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી

જાપાનના ઓસાકા શહેરમાં શુક્રવારે સવારે એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર આ ઘટનામાં 27 લોકોના મોતની સંભાવના છે. જેમાં 10 મહિલાઓનો સમાવેશ થાય છે. જાપાન સરકારે હજુ સુધી જાનહાનિની ​​પુષ્ટિ કરી નથી. અહેવાલો અનુસાર મોટાભાગના લોકોના મોત ગૂંગળામણને કારણે થયા છે. આમાંના મોટાભાગના લોકો એવા હતા જેઓ માનસિક બીમારીના ક્લિનિકમાં સારવાર માટે આવ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

આગ લાગ્યા બાદ પાંચમા અને છઠ્ઠા માળેથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
આગ લાગ્યા બાદ પાંચમા અને છઠ્ઠા માળેથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું

આગ ઝડપથી ફેલાઈ
'જાપાન ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, ઓસાકાના કોમર્શિયલ બ્લોકમાં એક મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ છે. તેના ચોથા માળે એક મેન્ટલ હેલ્થ ક્લિનિક છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હોય છે. શુક્રવારે સવારે પણ ઘણા દર્દીઓ અહીં આવ્યા હતા. અચાનક આગ લાગી ગઈ. ઈમરજન્સી સર્વિસ અલર્ટ બાદ 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી. કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી, પરંતુ 27 લોકોને બચાવી શકાયા ન હતા. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, મોટાભાગના લોકોના મોત ગૂંગળામણને કારણે થયા છે.

બિલ્ડિંગ નીચે ટેન્ટ બાંધીને મૃતદેહો રાખવામાં આવ્યાં
બિલ્ડિંગ નીચે ટેન્ટ બાંધીને મૃતદેહો રાખવામાં આવ્યાં

કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
જ્યારે આગ લાગી ત્યારે કેટલાક લોકો મદદ માટે બૂમો પાડતા જોવા મળ્યા હતા. આગની જ્વાળાઓ પાંચમા અને છઠ્ઠા માળ સુધી પણ પહોંચી હતી. જોકે, અહીં હાજર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, જે બિલ્ડિંગમાં આગ લાગી તે ભાગ ખૂબ જ સાંકડો હતો. લોકો ત્યાં અટવાઈ ગયા અને તેના કારણે ઝડપથી તેમના શ્વાસ રૂંધાઈ ગયા. 2019 માં, એક વ્યક્તિએ ક્યોટોમાં એક ફિલ્મ સ્ટુડિયોમાં આગ લગાવી. આ ઘટનામાં 36 લોકોના મોત થયા હતા. આ પહેલા 2001માં કાબુકિચો શહેરમાં એક રેસ્ટોરાંમાં ભયાનક આગ લાગી હતી. આ ઘટનામાં 44 લોકોના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...