તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડ માંડ બચી ગયો પરિવાર:વિયેતનામમાં ડિનર કરી રહેલા પરિવાર પર ચાલુ પંખો પડ્યો; સદ્દનસીબે કોઈને પણ ઇજા ન થઈ, VIDEO

એક મહિનો પહેલા
  • પરિવાર ડિનર કરી રહ્યો હતો અને અચાનક છત પરથી પડ્યો પંખો

વિયેતનામથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. તમે પણ સીલિંગ પંખો પડવાના ઘણા સમાચાર સાંભળ્યા અને જોયા હશે, પરંતુ આ વીડિયોમાં જે દેખાય છે તે ભાગ્યે જ ક્યારેક જોયું હશે.

તમે તમારા પરિવાર સાથે બેસીને આરામથી જમી રહ્યા છો, અચાનક છત પરથી પંખો પડી ગયો અને કોઈને પણ ઇજા ન થઈ, તો તેને ચમત્કાર જ કહેશો, આવું જ કંઈક થયું વિયેતનામમાં, જ્યાં એક પરિવાર જમીન પર બેસીને ડિનર કરી રહ્યો હતો. થોડો અવાજ થાય છે, બાળક આજુબાજુ જુએ છે. અવાજ ક્યાંથી આવે છે તે કોઈ સમજી શકતું નથી. એટલામાં જ છત પરનો પંખો સીધો જ તેમના પર પડે છે.

વીડિયો વાયરલ થઈ રહ્યો
પંખો પડવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ વાત એ છે કે જ્યારે પંખો પડે છે ત્યારે તે ચાલુ હોય છે. સોશિયલ મીડિયા પર આ જોઈને લોકોના મોંઢામાંથી માત્ર એક જ શબ્દ નીકળી રહ્યો છે, ઓ માય ગોડ.

લોકો પોતાનો પંખો બદલવાની વાત કરી રહ્યા
સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો પોતાના જૂના પંખાને બદલવાની વાત કરી રહ્યા છે. આ સાથે, લોકો વિવિધ પ્રકારના અનુભવો પણ શેર કરી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે, તેની સાથે પણ આવો અકસ્માત થયો છે, પરંતુ તેઓ એટલા નસીબદાર ન હતા કે તેમને સહેજ પણ ઇજા થઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...