NASAના સ્પેસ-એક્સ ક્રૂ-6 મિશનનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સ્પેસ--X ફાલ્કન-9 રોકેટે (ડ્રેગન એન્ડેવર) અમેરિકાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટર નંબર 39Aછી ગુરુવારે મોડી રાત્રે 1:45 વાગ્યે (ભારતીય સમય મુજબ ગુરુવારે બપોરે 12:15 વાગ્યે) લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
સ્પેસ-Xનું ફાલ્કન-9 રોકેટ ચાર અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધી પહોંચાડશે. ઈલોન મસ્કની સ્પેસ-Xની આ છઠ્ઠી ઓપરેશનલ ક્રૂ ફ્લાઇટ છે. જેમાં નાસાના 2, રશિયાના 1 અને યુએઈના એક અવકાશયાત્રીનો સમાવેશ થાય છે.
6 મહિના સુધી અવકાશયાત્રીઓ રિસર્ચ કરશે
અવકાશયાત્રીઓની આ ટીમ 6 મહિના સુધી ISS પર રહેશે. અહીં ચાર અવકાશયાત્રીઓ માઇક્રોગ્રેવિટીમાં હ્યુમન સેલ અને ટિશુને પ્રિન્ટ કરવામાં સક્ષમ બાયોપ્રિંટર ટેસ્ટીંગ કરશે. આ સાથે તે ડ્રગ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી પર પણ રિસર્ચ કરશે.
સ્પેસ-X ક્રુ-6 મિશન કરનારા અવકાશયાત્રીઓમે જાણો...
ર્રુ-6 મિશનના 4 અવરાશયાત્રીઓમાં નાસાના અંતરિક્ષ યાત્રી સ્ટીફન બોવેન અને વોરેન વુડી હોબર્ગ સામેલ છે. જ્યારે સંયુક્ત અરબ અમીરાત (UAE)ના અંતરિક્ષ યાત્રી સુલતાન અલ્નેયાદી અને રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના કોસ્મોનોટ એન્ડ્રી ફેડેએવ પણ છે.
અલ્નેયાદી UAEના ચોથા અને લોન્ગ ટ્રમના સ્પેસ મિશન પર જનારા UAEના પ્રથમ અંતરિક્ષ યાત્રી બનશે. તેમને મોહમ્મદ બિન રાશિદ સ્પેસ સેન્ટર (MBRSC)ના નાસા અને એક્ઝિઓમ સ્પેસની વચ્ચે થયેલ એખ સમજુતી હેઠળ પસંદગી કરવામાં આવી છે.
શું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)?
અંતરિક્ષ સબંધીત શોધ અને ત્યાં માનવ જીવન માટે અનુકુળ પરિસ્થિતિ વગેરેની શોધ માટે અંતરિક્ષ યાત્રીઓ અવકાશમાં જાય છે.
એવામાં અંતરિક્ષમાં વૈજ્ઞાનિકોને રહેવા- રોકાવા માટે ઘણા નાણાનો ખર્ચ થતો હતો. તેને જોતા એક સેટેલાઈટ તૈયાર કરવામાં આવ્યો, જેમાં વૈજ્ઞાનિક રોકાઈ શકે અને પોતાના રિસર્ચ બાબતના કામ કરી શકે. તેને જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) કહેવામાં આવે છે. નાસાના નેતૃત્વમાં અનેક દેશોની મદદથી આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.