ઇંગ્લેન્ડમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે અથડામણ:લિસેસ્ટર શહેરમાં લાઠી-દંડા લઈને ઊતરી ભીડ; પોલીસ પર કાચની બોટલ ફેંકી, બેની અટકાયત

લંડન15 દિવસ પહેલા

બ્રિટનના લીસેસ્ટરમાં એક વખત ફરી પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, અહીં રવિવારે અચાનક બે જૂથની ભીડ એકઠી થઈ ગઈ અને તેઓ પ્રદર્શન કરવા લાગ્યા. આ દરમિયાન પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો, તો તેમના પર કાંચની બોટલો પણ ફેંકવામાં આવી. લાઠી-દંડાથી સજ્જ ભીડે સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું.

મુસ્લિમ અને હિન્દુ કોમ્યુનિટીના લોકો વચ્ચે તણાવની શરૂઆત એશિયા કપમાં પાકિસ્તાનની હાર પછીથી શરૂ થઈ હતી. 28 ઓગસ્ટે એશિયા કપમાં ભારતની ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. જે પછી 6 સપ્ટેમ્બર લીસેસ્ટરમાં રોષે ભરાયેલા પાકિસ્તાની મુસ્લમાનોએ હિન્દુઓ પર હુમલો કરી દીધો હતો.

બંને ગ્રુપની ભીડને રોકવા માટે પોલીસે ઘણી મહેનત કરવી પડી.
બંને ગ્રુપની ભીડને રોકવા માટે પોલીસે ઘણી મહેનત કરવી પડી.

લંડનથી 160 કિમી દૂર છે લીસેસ્ટર શહેર
BBCના રિપોર્ટ મુજબ રવિવારે થયેલી અથડામણ પછી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. લીસેસ્ટર શહેર લંડનથી માત્ર 160 કિમી જ દૂર છે. લીસેસ્ટર પોલીસના ચીફ કોન્સ્ટેબલ રોબ નિકસને કહ્યું- અમને પૂર્વી લીસેસ્ટરમાં તણાવની જાણકારી મળી છે.

સ્થિતિ પર કાબૂ મેળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યા છે. આ પોલીસ કર્મીઓ લોકોને રોકીને તપાસ કરવાના અધિકાર આપવામાં આવ્યા છે. નિક્સને લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. આવનારા અનેક દિવસો સુધી વિસ્તારમાં પોલીસને તહેનાત રાખવામાં આવશે.

ભીડમાં સામેલ મોટા ભાગના લોકોએ માસ્ક અને હુડી પહેરી હતી.
ભીડમાં સામેલ મોટા ભાગના લોકોએ માસ્ક અને હુડી પહેરી હતી.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું- ભીડે પોલીસ પર બોટલો ફેંકી
હિંસા દરમિયાન ત્યાં હાજર એક મહિલા પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે લોકોએ કાળા રંગના માસ્ક પહેર્યા હતા. તેમના મોઢા સંપૂર્ણપણે ઢંકાયેલા હતા અને તેમને હુડી પહેરી હતી. એવું લાગી રહ્યું હતું કે ફુટબોલની મેચ જોયા બાદ કોઈ ભીડ પરત ફરી રહી છે.

પોલીસે રોડ પર બેરિકેડિંગ લગાડી દીધી હતી. પોલીસ ભીડને ખદેડવાના પ્રયાસ કરી રહી હતી, જ્યારે ભીડ કાંચની બોટલ સહિતની વસ્તુઓ ફેંકી રહી હતી. 28 ઓગસ્ટથી શરૂ થયેલા તણાવ પછી અલગ-અલગ મામલામાં લીસેસ્ટર શહેરમાં અત્યારસુધીમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ધાર્મિક ઈમારત પર લગાડેલા ઝંડા ઉતારવાની ઘટના
ચીફ કોન્સ્ટેબલ નિક્સને જણાવ્યું કે અમનેએક વાયરલ વીડિયોથી જાણકારી મળી છે, જેમાં એક વ્યક્તિ લીસેસ્ટરના મેલ્ટન રોડ પર એક ધાર્મિક ઈમારતની બહાર લાગેલા ઝંડાને હટાવતો જોવા મળે છે. એવું લાગી રહ્યું છે કે આ ઘટના ત્યારે થઈ, જ્યારે પોલીસ અધિકારી વિસ્તારમાં અવ્યવસ્થાને રોકવામાં વ્યસ્ત હતા. આ ઘટનાની તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...