તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

FATFના બ્લેક લિસ્ટનો ભય:પાકિસ્તાને ટેરર ફન્ડિંગ રોકવા માટે સહકારી સમિતિઓને લગતું બિલ પસાર કરાયું

ઈસ્લામાબાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનની સંસદની ફાઇલ તસવીર.
  • ઈમરાન સરકાર અત્યાર સુધી આવા 3 બિલ સંસદમાં પસાર કરાવી ચૂકી છે

પાકિસ્તાનની સંસદે વૈશ્વિક મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ પર નજર રાખનારી વૈશ્વિક સંસ્થા એફએટીએફના બ્લેક લિસ્ટની યાદીમાં સામેલગીરીથી બચવા સહકારી સમિતિઓની નોંધણી, તેના પર નિયંત્રણ તેમજ તેમાં વધુ પારદર્શકતા લાવવાના હેતુથી એક બિલ પસાર કર્યું છે. વડાપ્રધાન ઈમરાનના સંસદીય મામલાના સલાહકાર બાબર અવાને નેશનલ એસેમ્બ્લીમાં કો-ઓપ.સોસાયટીઝ (એમેન્ડમેન્ટ્સ) બિલ 2020 રજૂ કર્યું, જેને પસાર કરાયું હતું. એફએટીએફની કાર્યયોજનાના આધારે પાકિસ્તાન ત્રણ બિલ પસાર કરી ચૂક્યું છે. ઓગસ્ટમાં કાનૂની સહાયતા (ગુનાઈત મામલા) બિલ 2020 લાગુ કરાયું હતું. તે વિવિધ દેશો સાથે ગુનેગારો અને સૂચનાના આદાનપ્રદાન સાથે સંકળાયેલું છે. પાકિસ્તાને 30 જુલાઈએ યુએન સુરક્ષા પરિષદ સંશોધન બિલ-આતંકવાદ વિરોધી સંશોધક બિલ પણ સર્વસંમતિથી પસાર કર્યું હતું.

જાધવની અરજી પર અધ્યાદેશની મુદત ચાર મહિના વધારાઈ
પાકિસ્તાનની સંસદે એ અધ્યાદેશની મુદત ચાર મહિના વધારી દીધી છે, જે ભારતીય કેદી કુલભૂષણ યાદવને આતંકના આરોપો અને સજા વિરુદ્ધ કોઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની મંજૂરી આપે છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ વર્ષે મે મહિનામાં જારી સમીક્ષા અને પુનર્વિચાર અધ્યાદેશની મુદત 17 સપ્ટેમ્બરે પૂરી થવાની હતી, પરંતુ સંસદે ધ્વનિમતથી મંજૂરી આપીને તેની મુદત ચાર મહિના વધારી દીધી. આ અધ્યાદેશ એ ચુકાદાને લાગુ કરવા કવા માટે જારી કરાયો છે, જેમાં પાકિસ્તાને કહ્યું હતું કે, પાકિસ્તાન જાધવને એક સૈન્ય અદાલત તરફથી સંભળાવેલી સજાની એક અસરકારક સમીક્ષાનો લાભ આપશે. ભારતીય નૌસેનાના નિવૃત્ત અધિકારી જાધવ (50)ને અદાલતે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મૃત્યુદંડની સજા આપી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો