• Gujarati News
  • International
  • A Ban On School Bags After A Pistol Was Found In A Bag; In Protest, Students Bring Books In Shopping Carts, Toys

ભાસ્કર વિશેષ:બેગમાંથી પિસ્તોલ મળ્યા બાદ સ્કૂલમાં બેગ પર પ્રતિબંધ; વિરોધરૂપે સ્ટુડન્ટ્સ શોપિંગ કાર્ટ, ટોયઝમાં રાખીને બુક્સ લાવે છે

વોશિંગ્ટન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના ઇડાહોનો કિસ્સો; 13 વર્ષનો સ્ટુડન્ટ પિસ્તોલ લાવ્યો હતો
  • લોકોએ સ્કૂલની સરાહના કરી, કહ્યું- આનાથી બાળકો સુરક્ષિત રહેશે

અમેરિકામાં ગન કલ્ચર ઘાતક બની રહ્યું છે. ઘેર-ઘેર શસ્ત્રો છે. કેટલાંક બાળકો તેને ટોય સમજીને તેનાથી રમવા માંડે છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તાજેતરમાં 13 વર્ષનું બાળક તેની સ્કૂલબેગમાં પિસ્તોલ લઇને સ્કૂલે પહોંચી ગયું અને ફ્રેન્ડ્સને પિસ્તોલ બતાવવા લાગ્યું.

એવામાં ટીચરની તેના પર નજર પડી અને કંઇ અજુગતું ન બન્યું. આ બનાવ બાદ ઇડાહોની 4 સ્કૂલે સ્કૂલબેગ પર પ્રતિબંધ લાદી દીધો છે, જેથી બાળકો તેમાં છુપાવીને કોઇ હથિયાર ન લાવે. સ્કૂલે કહ્યું કે- બાળકો બુક્સ હાથમાં લઇને આવે. જો તેઓ તેવું નહીં કરે તો તેમને સસ્પેન્ડ કરી દેવાશે.

ઘણાં પેરેન્ટ્સ સ્કૂલના આ નિર્ણયની સરાહના કરી રહ્યાં છે પણ સ્ટુડન્ટ્સ વિરોધ કરી રહ્યા છે. સ્કૂલ્સના નિર્ણયના વિરોધમાં તેઓ હવે શોપિંગ કાર્ટ, ટોયઝમાં બુક્સ લઇને સ્કૂલે જાય છે. તેમનું કહેવું છે કે કોઇ એક સ્ટુડન્ટની ભૂલની સજા તેમને કેમ અપાય છે? આ વિરોધના વીડિયો પણ સામે આવ્યા છે, જે ચર્ચાનો વિષય બન્યા છે.

અમારો ઉદ્દેશ બાળકોને સુરક્ષિત રાખવાનો, પરિવારોનું પણ સમર્થન
જેફરસન સ્કૂલનાં પ્રવક્તા મોનિકા પોલે કહ્યું- અમારો ઉદ્દેશ તમામ બાળકોને સુરક્ષિત રાખવાનો છે. અમે નથી ઇચ્છતાં કે એક પણ બાળક ગન કલ્ચરનો કે કોઇ પણ અનિચ્છનીય ઘટનાનો શિકાર બને. ઘણાં પેરેન્ટ્સ પણ અમારા નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...