તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્પ:ઇંગ્લેન્ડમાં 92 વર્ષીય દાદી 73 વર્ષ જૂના સીવવાના સંચા પર NHS સ્ટાફ માટે ‘સ્ક્રબ બેગ’ સીવે છે

લંડન10 મહિનો પહેલા
 • સ્ક્રબ બેગમાં મેડિકલ સ્ટાફ પોતાનો યુનિફોર્મ ભરીને લોન્ડ્રીમાં મોકલે છે
 • કોરોના ટાઈમમાં નેશનલ હેલ્થ સર્વિસને વધારે સ્ક્રબ બેગની જરૂર છે
 • 92 વર્ષીય કોની અત્યાર સુધી 65 બેગ બનાવી ચૂક્યા છે
 • કોનીએ પોતાનો વેડિંગ ડ્રેસ પણ જાતે સીવ્યો હતો

ઇંગ્લેન્ડમાં કોરોના વાઇરસથી દેશવાસીઓને બચાવવા માટે નેશનલ હેલ્થ સર્વિસ (NHS)નો સ્ટાફ 24 કલાક ખડેપગે મહેનત કરી રહ્યો છે.  NHS સ્ટાફ  હાલ પોતાનો જીવ જોખમમાં નાખીને કોરોના દર્દીઓનો જીવ બચાવી રહ્યા છે. આ દરમિયાન ઘણા લોકો ઘરે બેઠા NHS સ્ટાફ માટે યુનિફોર્મ અને માસ્ક સીવી રહ્યા છે. લેન્કશાયરના બોલ્ટન શહેરના 92 વર્ષીય દાદી કોની ડીગલ તેમના 73 વર્ષ જૂનાં સીવવાના સંચા પર રોજ ‘સ્ક્રબ બેગ’ સીવી રહ્યા છે. આ સ્ક્રબ બેગમાં મેડિકલ સ્ટાફ તેમનો યુનિફોર્મ મૂકીને લોન્ડ્રીમાં ધોવા માટે આપે છે. હાલ મેડિકલ સ્ટાફને સ્ક્રબ બેગની અછત હતી આ જાણીને કોની ડીગલે સીવવાનું  શરુ કરી દીધું. તેઓ અત્યાર સુધી 65 સ્ક્રબ બેગ બનાવી ચૂક્યા છે.

માતાએ વર્ષ 1947માં સિલાઈ મશીન ગિફ્ટ કર્યું હતું
આઠ અઠવાડિયાંથી કોનીએ પોતાને સેલ્ફ આઈસોલેસનમાં રાખ્યા છે, તેઓ આ સમયે નેશનલ હેલ્થ સર્વિસની મદદ પણ કરી રહ્યા છે. કોનીની માતાએ વર્ષ 1947માં આ સિલાઈ મશીન માત્ર એક યુરો(હાલના 81 રૂપિયા)માં ખરીદ્યું હતું. કોનીએ પોતાનો વેડિંગ ડ્રેસ પણ આ મશીન પર જાતે જ સીવ્યો છે. તેમણે કહ્યું કે, હું નેશનલ હેલ્થ સ્ટાફને મદદ કરવા માગતી હતી, તેમને મેં પૂછ્યું તો તે લોકોએ મને સ્ક્રબ બેગની અછત હોવાનું જણાવ્યું અને હું તે સીવવા માટે તૈયાર થઇ ગઈ. હું આ કામ ઇંગ્લેન્ડના ડોક્ટર અને નર્સ માટે કરી રહી છું. જો હું આટલી ઉંમર તેમની મદદ કરી શકું છું તો કોઈ પણ  મદદ કરી શકે છે.

‘આપણે NHSના આભારી છીએ’
બીજા વિશ્વ યુદ્ધથી કોની સીવવાનું કામ કરી રહ્યા છે. તે સમયે તેમની ઉંમર માત્ર 11 વર્ષની હતી. કોનીએ કામ કરવા વિશે જણાવ્યું કે, આ ઉંમરે પણ હું રોજ રાતે સિલાઈકામ કરું છું. હું આજની ફેશનને અનુરૂપ ડ્રેસ સીવું છું. હું નસીબદાર છું કે મારી તબિયત સારી રહે છે. મારા બાળકો પણ મારું ઘણું ધ્યાન રાખે છે. આ સમયે ડોક્ટર અને નર્સ આપણા માટે તેમનો જીવ જોખમમાં નાખે છે, તો સમય આવી ગયો છે આપણે પણ તેમની મદદ કરીએ. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો