તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • A 4 year old Boy Got Stuck In A Tree Trunk While Playing In The Garden, Came Out After 15 Minutes Of Hard Work

ઇંગ્લેન્ડ:4 વર્ષનો છોકરો ગાર્ડનમાં રમતી વખતે ઝાડનાં થડમાં ફસાઈ ગયો, 15 મિનિટની મહેનત બાદ બહાર નીકળ્યો

મર્સીસાઈડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇંગ્લેન્ડમાં લોકડાઉન પૂરું થયા બાદ પાર્કમાં રમવું 4 વર્ષના છોકરાને ભારે પડી ગયું હતું. નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં આવેલા મર્સીસાઈડ શહેરમાં 4 વર્ષનો ફિનલી ઇબ્રાહિમ તેના બે ભાઈઓ સાથે ગાર્ડનમાં રમવા ગયો હતો. અહિ રમતા-રમતા તેણે એક ઝાડ જોયું અને તેના થડમાં જવા જતા ફસાઈ ગયો. તેના મોઢાં સિવાય બધું ઝાડનાં થડમાં અંદર જતું રહ્યું હતું.

ફિનલીનો મોટોભાઈ તેની માતાને બોલાવીને આવ્યો. લિન્ડસીએ તેના દીકરાને જોઈને ચોંકી ગઈ હતી, તેણે હાથ પકડીને ઝાડમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન પણ કર્યો. ત્યારબાદ પાર્કમાં હાજર એક વ્યક્તિની મદદ લઇને તેને બહાર કાઢ્યો. 15 મિનિટની મહેનત બાદ ફિનલી વૃક્ષનાં થડમાંથી બહાર નીકળ્યો.  લિન્ડસીએ તેના દીકરાના આ પરાક્રમની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તેણે કહ્યું કે, આ ક્ષણો હું ક્યારેય નહિ ભૂલી શકુ. મારા તોફાની બાળકો રોજ કંઈક પરાક્રમ કરીને બીજાને મુશ્કેલીમાં મૂકી દે છે. 

અન્ય સમાચારો પણ છે...