તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બર્લિનમાં એક રાજકુમાર પુત્રએ 135 ઓરડા ધરાવતાં પૂર્વજોના મહેલને ફ્ક્ત 87 રૂપિયામાં જ વેચી દીધો છે. આ સાંભળીને આપને જરૂરથી આશ્ચર્ય થશે પણ આ સંપૂર્ણપણે સત્ય છે. હવે આ જ મહેલાને બચાવવા માટે 66 વર્ષીય રાજકુમાર પિતા પોતાના 37 વર્ષના પુત્ર સામે કેસ કરતાં કોર્ટમાં પહોંચ્યા છે.
ખરેખર, જર્મન શહેર હનોવર રાજકુમાર અર્નસ્ટ ઓગસ્ટે પોતાનો 135 રૂમનો મેરીનબર્ગ મહેલ વર્ષ 2000માં પોતાના પુત્ર અર્નસ્ટ ઓગસ્ટ જુનીયરને સોંપી દીધો હતો. તેમના પુત્ર ઓગસ્ટે જુનિયરે વર્ષ 2018માં ઓછામાં ઓછી કિંમતે મેરીનબર્ગ મહેલને સરકારને સોંપવાની જાહેરાત કરી દીધી હતી .
ત્યાર બાદ અર્નસ્ટ ઓગસ્ટ જુનિયરે મહેલાને ફ્ક્ત એક યૂરો (લગભગ 87 રૂપિયા)માં વેચી દીધો છે. તેણે આ પાછળનું કારણ જણાવ્યુ હતું કે મહેલના સમારકામ માટે 23 મિલિયન પાઉન્ડની જરૂરિયાત હતી જે તેની પાસે ન હતા. પુત્રના આ નિર્ણય બાદ હવે મહેલને બચાવવા માટે અર્નસ્ટ ઓગસ્ટ કાયદાનો સહારો લઈ રહ્યા છે અને પોતાના પુત્ર સામે કેસ કર્યો છે. તેમણે પોતાના પુત્ર પર અનેક ગંભીર આરોપો પણ લગાવ્યા છે અને આ સાથે મહેલની વાપસીની પણ માંગ કરી છે.
આપને જણાવી દઈએ કે મેરીનબર્ગ મહેલનું નિર્માણ 1867માં થયું હતું અને રાજકુમાર અર્નસ્ટે તેણે વર્ષ 2000માં પોતાના પુત્રને સોંપી દીધો હતો. રાજકુમાર ઓગસ્ટે જણાવ્યુ હતું કે તેમના પુત્રએ તેમની સાથે દગો કરતાં તેમની પીઠ પાછળ આ સોદો કર્યો હતો જે બાબતની તેમને કોઈ જાણકારી પણ ન હતી. તેમણે પોતાના પુત્ર પર અધિકારો અને હિતોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે, પુત્રની આ કરતૂતના કારણે તેઓ ઓસ્ટ્રેલિયાના એક લોજમાં રહેવા માટે મજબૂર બન્યા છે અને બીમાર હોવા ઉપરાંત પણ આર્થિક મદદ મળી રહી નથી. જાણકારો મુજબ રાજકુમાર અર્નસ્ટ ઓગસ્ટ નોવાર રાજવંશથી સંબંધ ધરાવે છે અને તેઓ બ્રિટનની મહારાણી એલિઝાબેથના દૂરના પિત્રાઈ ભાઈ પણ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.